અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022નું પહેલું સત્તાવાર પરિણામ જાહેર કરાયું છે. કોંગ્રેસે આ ચૂંટણીમાં પહેલી સત્તાવાર બેઠક જીતી લીધી છે. તેમાં જમાલપુર-ખાડિયા બેઠક પરથી કોંગ્રેસના ઈમરાન ખેડાવાલાએ જીત દાખવી દીધી છે. નોંધનીય છે કે આ બેઠક પરથી ભાજપના ભૂષણ ભટ્ટ મેદાને ઉતર્યા હતા.
ADVERTISEMENT
2022 ચૂંટણીમાં કોંગ્રેસે પહેલી સત્તાવાર બેઠક જીતી
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022માં જમાલપુર-ખાડિયાની બેઠક પર કોંગ્રેસે જીત મેળવી લીધી છે. કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડાવાલાની જીત થઈ ચૂકી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે આ પહેલી સત્તાવાર બેઠક જીતી છે. નોંધનીય છે કે આ દરમિયાન ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટે પણ કાંટાની ટક્કર આપી હતી પરંતુ ત્યારપછી કોંગ્રેસના ઈમરાન ખેડાવાલાએ જીત દાખવી દીધી હતી.
ADVERTISEMENT