અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય આ વર્ષે થયો. પહેલીવાર પાર્ટી માત્ર 17 બેઠકોમાં સમેટાઈ ગઈ, જ્યારે ભાજપને 156 સીટો મળી હતી. ત્યારે કોંગ્રેસના આવા પરાજય બાદ હારના સાચા કારણો શોધવા માટે પાર્ટીએ ત્રણ સભ્યોની કમિટીની રચના કરી હતી. આ કમિટીમાં નીતિન રાઉત ચેરમેન છે, જ્યારે ડો. શકીલ અહેમદ ખાન અને સપ્તગીરી સંકર ઉલ્કા એમ બે સભ્યોનો સમાવેશ થાય છે. જેઓ ઉત્તરાયણ બાદ 16 અને 17મી જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાતે આવશે અને બે દિવસમાં કોંગ્રેસના આગેવાનો, જીતેલા તથા હારેલા ઉમેદવારો અને હોદ્દેદારો સાથે ચર્ચા કરશે.
ADVERTISEMENT
કોંગ્રેસના જ નેતાઓ હારમાં જવાબદાર હોવાના આક્ષેપ
તો બીજી તરફ ગુજરાતમાં કોંગ્રેસની હાર બાદ ઘણા આગેવાનોએ પુરાવા સાથેનો રિપોર્ટ હાઈકમાન્ડને બારોબાર મોકલી આપ્યો હતો, જેમાં કોંગ્રેસના જ નેતાઓની શંકાસ્પદ ભૂમિકા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. એવામાં હવે હાઈકમાન્ડે આ બાબતે તથ્યો ચકાસવા માટે જાતે જ કમિટી બનાવીને ત્રણ સભ્યોને મોકલવાનું નક્કી કર્યું છે. જે ગુજરાતના હારના તથ્યોને હાઈકમાન્ડ સુધી પહોંચાડશે.
હાદ્દેદારો-આગેવાનોને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી
નોંધનીય છે કે, ગુજરાતમાં કોંગ્રેસના પરાજય બાદ ઘણા નેતાઓએ હાઈકમાન્ડને પત્ર લખીને પક્ષના જ કેટલાક નેતાઓએ પાર્ટીને હરાવવાનો કામ કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ જે-તે હોદ્દેદારો અને આગેવાનોને સસ્પેન્ડ કરવા માટે પત્ર લખવામાં આવ્યો હતો.
ADVERTISEMENT