કૌશલ જોશી, ગિરસોમનાથ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે દિવસો ગણાઈ રહ્યા છે. ત્યારે ચૂંટણી નજીક આવતાની સાથે જ કોંગ્રેસમાં નારાજગીની જાણે સિઝન શરૂ થઈ ચૂકી છે. કોંગ્રેસે 2017થી 2022 સુધીમાં 18 ધારાસભ્ય ગુમાવ્યા છે. આ દરમિયાન હજુ નારાજગીનો દોર શમ્યો નથી. કોંગ્રેસના વધુ એક નેતાની નારાજગી સામે આવી શકે છે.સૌરાષ્ટ્ર માંથી વધુ એક ધારાસભ્ય રાજીનામું ધરી દે તેવા એંધાણ છે.
ADVERTISEMENT
ચૂંટણી પહેલા કોંગ્રેસની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે તેવી છે. તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ પક્ષપલટો કરે તેવી સંભવાનાઓ છે. બારડ સૌરાષ્ટ્ર આહીર સમાજના અગ્રણી એવા પૂર્વ સાંસદ સ્વ.જશુભાઈ બારડના ભાઈ થાય છે. તેમનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. સ્વ.જશુભાઈ અને ભગવાનભાઈ બારડના પિતાજી ધાનાભાઈ માંડાભાઈ બારડ કોંગ્રેસી આગેવાન હતા. છેલ્લા ઘણા સમયથી વાતો ચાલી રહી છે કે કોંગ્રેસ છોડી રહ્યા છે ત્યારે હવે આજે કોંગ્રેસના મોહનસિંહ રાઠવાએ રાજીનામું ધરી દીધું છે ત્યારે બીજી તરફ હવે વધુ એક નેતા કોંગ્રેસ ગુમાવે તેવી સ્થિતિ છે.
બેઠક યોજી સમર્થકો પાસે માંગ્યું સમર્થન?
તાલાલા ના ધારાસભ્ય ભગવાન બારડે સમર્થકોની બેઠક યોજી હતી. જેમાં 2000 જેટલા તાલાલા સુત્રાપાડા તાલુકાના સમર્થકો રહ્યા હાજર રહ્યા. જેમાં કોંગ્રેસમાંથી વિદાય અને ભાજપમાં પ્રવેશ મુદ્દે ચર્ચા કરવામાં આવી તેવી ચર્ચાઑ ચાલી રહી છે. ટૂંક સમયમાં ભાજપ માં પ્રવેશ કરે તેવી પ્રબળ શકયતા છે. ભગવાન બારડે તેમના બાદલપરા ફાર્મ હાઉસ ખાતે બેઠક યોજી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભગવાન બારડ એ સમર્થકો પાસે માગ્યું સમર્થન માંગ્યું હતું. સમર્થકોએ પણ ધારાસભ્યની હા માં હા રાખી હોવાની વાત મળી રહી છે . જોકે ભગવાન બારડ એ આવતી કાલે નિર્ણય લઈ જવાબ આપવા કહ્યું. અગાઉ આહિર અગ્રણી જવાહર ચાવડાના પંથે ભગવાન બારડ ભાજપ માં જવું લગભગ નક્કી. ચૂંટણી પહેલા ભગવાન બારડનો માસ્ટર સ્ટ્રોક કે પછી રાજકીય આત્મહત્યા તે તો સમય જ બતાવશે. માણાવદરના આહિર ધારાસભ્ય જવાહર ચાવડાના પંથે ભગવાન બારડ પણ ભાજપ જોઈન્ટ કરે તેવી પૂરી સંભાવનાઓ