CONGRESS આ તારીખે કરશે ઉમેદવારોની યાદી જાહેર, અશોક ગેહલોતે ભાજપ પર આકરા પ્રહારો કર્યા

સૌરભ વક્તાનિયા/અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી પછી હવે કોંગ્રેસ પણ પોતાના ઉમેદવારોની યાદી બહાર પાડશે. ગુજરાત પ્રવાસ દરમિયાન કે.સી.વેણુગોપાલે જણાવ્યું છે કે…

gujarattak
follow google news

સૌરભ વક્તાનિયા/અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી પછી હવે કોંગ્રેસ પણ પોતાના ઉમેદવારોની યાદી બહાર પાડશે. ગુજરાત પ્રવાસ દરમિયાન કે.સી.વેણુગોપાલે જણાવ્યું છે કે 15 સપ્ટેમ્બરે કોંગ્રેસ પોતાના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડશે. જ્યારે બીજી બાજુ અશોક ગેહલોતે ભાજપ પર આકરા પ્રહાર પણ કર્યા હતા. તેમણે કોંગ્રેસને તોડવાની જે ભાજપની નીતિ હતી તેનો વિરોધ કર્યો છે.

કે.સી.વેણુગોપાલે ઉમેદવારો જાહેર કરવાની તારીખ જણાવી
વેણુગોપાલે જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી અત્યારે રણનીતિ સાથે ઉમેદવારોની યાદી બહાર પાડવાની તૈયારીઓમાં લાગી ગઈ છે. તેવામાં હવે 15 સપ્ટેમ્બરના દિવસે કોંગ્રેસ પાર્ટી પોતાના ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડશે એવી માહિતી વેણુગોપાલે આપી છે. આને જોતા જ હવે આમ આદમી પાર્ટી પછી કોંગ્રેસ પણ પોતાના ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં મૂકી રહી છે.

અશોક ગેહલોતે ભાજપ પર આકરા પ્રહાર કર્યા
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ રહેલા MLA મુદ્દે અશોક ગેહલોતે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ભાજપ જેવી રીતે અમારી પાર્ટી કોંગ્રેસને તોડવાના પ્રયાસો કરી રહી છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. અમારી પાર્ટીના MLAને ભાજપ પોતાની તરફેણમાં લઈ રહી છે. તેવામાં અમે આ મુદ્દે યોગ્ય તપાસ હાથ ધરીશું.

    follow whatsapp