અજય શિલુ, પોરબંદરઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પરિણામો ઐતિહાસિક આવ્યા. ભારતીય જનતા પાર્ટીએ ઈતિહાસ રચી દીધો, કોંગ્રેસે સતા વનવાસનું પૂનરાવર્તન કર્યું અને આમ આદમી પાર્ટીએ વિધાનસભામાં સ્થાન પ્રાપ્ત કર્યું. આ ચૂંટણીમાં કંગાળ પ્રદર્શન કર્યા બાદ કોંગ્રેસ હવે સફાળી જાગી છે. પક્ષ વિરોઘી પ્રવૃતિ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોરબંદરમાં જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખને પક્ષમાંથી સસ્પેંડ કરવામાં આવ્યા છે. પૂર્વ પ્રમુખને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેંડ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
કોંગ્રેસે નાથાભાઈ સામે કરી કાર્યવાહી
જે કોંગ્રેસે વર્ષ 2017ની ચૂંટણીમાં સૌથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું એ જ કોંગ્રેસે આ વખતે સૌથી ખરાબ પ્રદર્શન કર્યું. વિધાનસભાની 182માંથી માત્ર 17 સીટો પર કોંગ્રેસ સમેટાઈ ગઈ. હવે ઘોડા છુટ્યા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ કોંગ્રેસે ખુદ ઘડ્યો છે. પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર સામે અગાઉ કાર્યવાહી કરવાની જરુર હતી પરંતુ હવે જાગી છે. પોરબંદરમાં જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખને પક્ષમાંથી સસ્પેંડ કરવામાં આવ્યા છે. પૂર્વ જિલ્લા પ્રમુખ નાથાભાઈ ઓડેદરાને તાત્કાલિક 6 વર્ષ માટે સસ્પેંડ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ કોર્ટના આદેશનો અનાદર: સુરતમાં BJPના પૂર્વ ધારાસભ્યની મિલકત જપ્ત કરવાનું વોરંટ ઈશ્યૂ
પક્ષની છાપ બગાડવાનો આરોપ
નાથાભાઈ ઓડેદરા પર જાહેરમાં પક્ષની છાપ બગાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસના આગેવાનો સામે આરોપો લગાવતો વીડિયો નાથાભાઈ આડેદરાએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેના કારણે આગેવાનો સાથે પક્ષની છબી પણ ખરડાઈ હતી. પક્ષને નુકસાન પહોંચે તેવી પ્રવૃતિ કરવાને કારણે નાથાભાઈ ઓડેદરાને 6 વર્ષ માટે તાત્કાલિક અસરથી સસ્પેંડ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે ગયા વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં કુતિયાણા વિધાનસભા બેઠક પરથી નાથાભઆઈ ઓડેદરા કોંગ્રેસના ઉમેદવાર હતા.
ગત ચૂંટણીમાં હતા સોશિયલ મીડિયા સ્ટાર
વિધાનસભાની ચૂંટણીમાં નાથાભાઈ ઓડેદરા સોશિયલ મીડિયામાં ખુબ છવાયેલા હતા. એવુ પણ કહી શકીએ કે તેઓ સોશિયલ મીડિયા સ્ટાર બની ગયા હતા. કારણ એવુ હતું કે આર્થિક રીતે ખુબ સદ્ધર હોવા છતાં તેઓ પોતાના અને પક્ષના પ્રચાર માટે સાયકલનો ઉપયોગ કરી રહ્યાં છે. જમીન સાથે જોડાયેલા માણસ ગણવામાં આવ્યા હતા. સાયકલ પર પ્રચાર કરવા નીકળા હતા. લોકોને પત્રિકાઓ આપીને સમજાવતા નાથાભાઈનો વીડિયો ખુબ વાયરલ થયો હતો. હાલ તેઓને કોંગ્રેસમાંથી સસ્પેંડ કરવામાં આવ્યા છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT