અમદાવાદ:ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાઇ વૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. ત્રિપાંખિયા જંગમાં ભાજપે ઇતિહાસ રચ્યો. જ્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભામાં જગ્યા મેળવી. કોંગ્રેસે સત્તા વનવાસનું પુરાવર્તન કર્યું. કોંગ્રેસનું અત્યાર સુધીનું સૌથી કંગાળ પ્રદર્શન જોવા મળ્યું છે. 182 બેઠક માંથી ફક્ત 17 બેઠક મેળવી છે. ચુંટણી દરમિયાન પક્ષ વિરોધી કાર્ય કરનાર સામે કોંગ્રેસે લાલ આંખ કરી છે. ત્યારે 38 કાર્યકર્તા-આગેવાનોને તેમના હોદ્દા પરથી દુર કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ નાં શિસ્ત સમિતિના કન્વીનર બાલુભાઈ પટેલે આ મામલે વિવગત આપતા કહ્યું કે, આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં શિસ્ત ભંગ કર્યો હોય તેવી કુલ 71 ફરિયાદો મળી છે. જેમાં કુલ 95 કાર્યકરોનો સમાવેશ થયો છે. જેમાંથી તા. 05 જાન્યુઆરી ના રોજ શિસ્ત સમિતિની પહેલી મીટીંગ મળી અને તા. 19 જાન્યુઆરીના રોજબીજી મીટીંગ મળી હતી. તેમાં જેમાં સ્પષ્ટ રજૂઆત છે તેવા કુલ 38 કાર્યકર્તા-આગેવાનોને તેમના હોદ્દા પરથી દુર કરવામાં આવ્યા છે.
હજુ મળશે મિટિંગ
બાલુભાઈ પટેલે જણાવ્યું કે, જે રજુઆતમાં ચકાસણીની જરૂરિયાત છે તેવા 18 અરજદાર તેમજ તેમની સામે રજૂઆત છે. તેમને રૂબરૂ બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. પાંચ અરજીઓ એવી છે જેમાં જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીને સંકલિત કરીને નિર્ણય કરશે. સામાન્ય કેસોમાં 8 વ્યક્તિઓને પત્ર દ્વારા ઠપકો આપવામાં આવ્યો છે. 11 અરજીમાં કઈ તથ્ય ન જણાતા રદ કરવામાં આવી છે. અને 4 કેસમાં વધુ અભ્યાસ કરવાનો હોવાથી આગામી મીટીંગ માટે પેન્ડીંગ રાખવામાં આવી છે.
આ પણ વાંચો: રાજકોટથી રાજ્યભરમાં નકલી નોટો ઘુસાડવાનું કૌભાંડ ઝડપાયું, પાંચ લોકોની ધરપકડ
પૂર્વ ધારાસભ્ય પણ થયા સસ્પેન્ડ
વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરનાર સામે કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી રહી છે. કોંગ્રેસે નેતાઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે જેમાં સુરેન્દ્રનગર કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નર્મદા જિલ્લા પ્રમુખ હરેન્દ્ર વાણંદને પણ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પૂર્વ ધારાસભ્ય પીડી વસાવાને કોંગ્રેસ પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
શું છે શિસ્ત સમિતિ
ઘણા સમયથી પ્રદેશ સમિતિમાં શિસ્ત સમિતિ કામ કરે છે. આ વખતે ડિસેમ્બર 2022 માં તેની પુનઃરચના કરવામાં આવી. શિસ્ત સમિતિનું બે પ્રસંગો વખતે કામ હોય છે ૧) ચૂંટણી સમયે કાર્યકર પક્ષના વિરુદ્ધ કામ કરે ત્યારે ૨) વર્ષ દરમિયાન સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં આદેશ ભંગ કરે ત્યારે. જ્યારે કોઈપણ કાર્યકર માટે શિસ્ત ભંગ ની ફરિયાદ મળે ત્યારે જેણે શિસ્ત ભંગ કર્યા છે તે વિગતની ગંભીરતા પ્રમાણે તેની સામે શિસ્ત ભંગના પગલાં ભરવામાં આવે છે જેમાં તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા, તેમનો હોદ્દો હોય તે પરત લઈ લેવાનો સમાવેશ થાય છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT