અમદાવાદ: ગંગા અને યમુનાના પ્રદૂષણનો મામલો સતત સામે આવી રહ્યો છે અને છેલ્લાં કેટલાંક વર્ષોમાં સરકારે તેને સાફ કરવા માટે અનેક પગલાં લીધાં છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના રિપોર્ટમાં નદીઓની શુદ્ધતાને લઈ એક રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર, ચેન્નાઈની કૂમ નદીને દેશની સૌથી પ્રદૂષિત નદી તરીકે જાહેર કરવામાં આવી છે. ગુજરાતની સાબરમતી પણ દેશમાં પ્રદૂષિત નદીમાં બીજા નંબર પર છે. ત્યારે આ મામલે નદીના શુદ્ધિકરણને લઈ કોંગ્રેસે ભાજપ પર તેમજ રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભાજપ સરકાર માટે પૈસા ઉઘરાવવાનું કામ કરી રહી છે.
ADVERTISEMENT
જાણો શું છે રિપોર્ટમાં
પ્રદૂષિત નદીને લઈ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ચેન્નાઈની કૂમ નદીને દેશની સૌથી પ્રદૂષિત નદી તરીકે જાહેર કરવામાં આવી છે.ત્યારે ગુજરાતની સાબરમતી નદી 292 મિલિગ્રામ પ્રતિ લિટરના BOD સાથે બીજા ક્રમે આવી છે. આ રિપોર્ટમાં ગુજરાતની અન્ય 12 નદીઓનો પણ સમાવેશ થયો છે. જેમાં, ભાદર, જેતપુર (258.6 I), અમલખાડી સાથે, અંકલેશ્વર, (49.0 I), ભોગાવો, સુરેન્દ્રનગર (6.0 V), ભુખી ખાદી, વાગરા (3.9 V), દમણગંગા કાચીગાંવ અને ચાણોદ (5.3 V), ધાદર, કોઠાડા (33.0 I), ખારી, લાલી ગામ (195.0 I), માહી કોટના, મુજપુર (12.0 III), મિંધોલા , સચિન (28.0 II), શેઢી, ખેડા (6.2 IV), તાપી , નિઝર (3.4 વી), વિશ્વામિત્રીનો સમાવેશ થયો છે.
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પર લગાવ્યા ગંભીર આરોપ
નદીઓના શુદ્ધિકરણને લઈ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, ગુજરાતમાં તમામ નદીઓનું સૌથી વધુ પ્રદૂષણ છતાં પણ કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા. 300 કરોડ રૂપિયા આસપાસ તો શુદ્ધિકરણના નામે વેડફાઇ ગયા. નામદાર વડી અદાલતે સુઓમોટો કરી સાબરમતી નદીને સમગ્ર બાબતને હાઇકોર્ટની ફટકાર આપી. ગુજરાતનું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની ગયું છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી રાજ્યમાં કુદરતી જળ સ્ત્રોત હોય કે અન્ય જગ્યા એ એર પોલ્યુશન હોય કે વોટર પોલ્યુશન તમામ પ્રદૂષણ નિયંત્રણ કરવાનું કામ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું છે. તેનાથી ઊલટું કામ કરી રહી છે.
સાબરમતીનું પાણી પીવા લાયક નથી
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભાજપ સરકાર માટે પૈસા ઉઘરાવવાનું કામ કરી રહી છે. અધિકારીઓ મોટા પાયે લેણદેણ કરી રહ્યા છે. જે જે એકમો પ્રદૂષણ ફેલાવતા હોય ત્યા નોટિસ પાઠવી અને ત્યાંથી હપ્તા રાજ ચાલી રહ્યું છે. આ સંજોગોમાં ગઈકાલે અહેવાલ આવ્યો તે ચૌકાવનારો છે. તેના પ્રશ્નના જવાબમાં સરકારે જવાબ આપ્યો છે કે, સમગ્ર દ્રષ્ટિ દેશમાં સૌથી વધુ પ્રદૂષિત નદીમાં સાબરમતી નદીનું નામ છે. તેનું પાણી પીવા લાયક નથી. સરકર નાણાં ઉઘરવી માનવ જિંદગીના ભોગ લઈ રહી છે. ભાજપ સરકાર માનવીના જીવન સાથે રમત રમી રહી છે તે ચિંતાનો વિષય છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT