અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ હવે કોંગ્રેસ એક્ટિવ જોવા મળી રહી છે. પરંતુ કોંગ્રેસ ફક્ત સોશિયલ મીડિયા પર જ એક્ટિવ રહે છે. કોંગ્રેસને જનતાએ વિધાનસભામાં ખૂબ મોટો ઝટકો આપ્યો છે. ત્યારે લોકસભામાં ભાજપને લડત આપવા માટે કોંગ્રેસ અત્યારથી જ ભાજપ પર પ્રહાર કરવાનો કોઈ મોકો નથી છોડતી. આ દરમિયાન વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય દાળના નેતા અમિત ચાવડાએ લોકસભામાં વડાપ્રધાન મોદીના ભાષણને લઈને આકરા પ્રહાર કર્યા છે. ફરી કોંગ્રેસે ‘ચોકીદાર ચોર છે’ સૂત્ર શરૂ કર્યું છે. તો ભાજપે સણસણતો જવાબ આપ્યો છે.
ADVERTISEMENT
અમિત ચાવડાએ જાણો શું કર્યું ટ્વિટ
અમિત ચાવડાએ ટ્વિટ કરી ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, શેર શાયરી સાથે લાંબા ભાષણ કરી મિત્રના કૌભાંડને ઢાંકવાનો પ્રયાસથી હવે દેશ, દુનિયાને છેતરી નહી શકાય…..ગમે તેટલા લાંબા ભાષણ કરો,હવે સાબિત થઈ ચૂક્યુ છે કે ચોકીદાર જ ચોર છે. હિતેન્દ્ર પટેલ- 98253 25660
કોંગ્રેસને ભાજપનો સણસણતો જવાબ
વર્ષ 2024ની ચૂંટણી પહેલા અમિત ચાવડાએ ”ચોકીદાર જ ચોર છે” નવા સૂત્ર સાથે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. આ સાથે જ ભાજપના સહ પ્રવક્તા હિતેન્દ્ર પટેલે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસનો સ્વભાવ અને સંસ્કાર કૌભાંડ રહ્યું છે. 2004 થી 2014 સુધી કૌભાંડની હાર માળા સર્જી અને દેશને 50 વર્ષ પાછળ રાખી દેનાર લોકોને સાશન શીખવાડવાની જરૂરિયાત નથી. તેમ છતાં અંબાણી કે અદાણીની વાત કરી પ્રચાર કરે છે. 1993માં જીવનભાઈ સાથે ની સરકાર હતી ત્યારે આ પોર્ટની જમીન આપેલી હતી. અંબાણીના બધા કારોબારની શરૂઆત કોંગ્રેસની સરકારમાં થઈ છે. તેમ છતાં અમે તેને ક્રીટીસાઇઝ કરતાં નથી. મધ્યમવર્ગ ખેડૂતો અને ઉધ્યોગપતિ આ ત્રણેયનું બેલેન્સ થઈ અને વિકાસ થાય તેવો પ્રયાસ ભાજપ કરે છે.
ઇમ્પોર્ટનું બર્ડન ઘટાડી આત્મનિર્ભર તરફ લઈ જવાનો પ્રયાસ છે. આપડું વિદેશી હુંડિયામણ બચે છે અને ટેક્સ મળે છે. કાયદાના દાયરા માં રહી ધંધો કરવાની અન્ય ને છુંટ છે તેવી જ છુંટ અદાણીને છે. કોંગ્રેસને પૂછવું છે. તમને મેકડોનાલડ સામે વાંધો નથી આવી અનેક કંપની છે જે નફો વિદેશ મોકલે છે. આ કંપની દેશમાંતે કામ કરે છે. ગરીબ કોને સસ્તી વીજળી મળે, 0 ટકા એ લોન મળે. કિસાન સન્માન નિધિનો હપ્તો મળે. કોરોના પછી 80 કરોડ લોકોનો ચૂલો સળગે છે. આ બધુ કરવા માટે તિજોરીને એ લોકો પૂરક બને. રાજ્ય ના યુવાનો ને રોજગારીની તક આપી છે. આવનાર 25 વર્ષમાં ભારત વિશ્વ મહાસત્તા બને તે માટે ભાજપ કામ કરે છે. 150 કરોડ લોકોને કોઈ તકલીફ નથી. પણ અમુક લોકોને પ્રોબ્લેમ છે. ભારત આજે સૌથી ઝડપી વિકસટુ અર્થ તંત્ર બન્યું છે. અમિત અમિતભાઈ ચાવડાને મારે પૂછવું છે કે તમારી સરકારને પણ આવો કોઈ વિચાર આવ્યો?
આ પણ વાંચો: વાવમાં પૂર્વ સરપંચે દુષ્કર્મ આચરતા બે બાળકોની માતાનો આપઘાત, જાહેરમાં ધમકી આપતો ‘તું મારી થવાની જ છે…’
વર્ષ 2019માં શરૂ થયું હતું ચોકીદાર ચોર હૈ સૂત્ર
વર્ષ 2019માં કોંગ્રેસ દ્વારા ચોકીદાર ચોર હૈ ના સૂત્ર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરવામાં આવતા હતા. આ પ્રહારનો વળતો પ્રહાર આપવા માટે ભાજપના નેતાઓએ પોતાના ટ્વિટર અને ફેસબુક પર મી ભી ચોકીદાર હું લખી અને કોંગ્રેસને જવાબ આપયીઓ હતો. ગુજરાતમાં પણ આ સૂત્ર ખૂબ જ ચાલ્યું હતું અને ભાજપ કોંગ્રેસ સામ સામે જોવા મળી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT