અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના સ્ટેટ ઈનચાર્જ રઘુ શર્માએ લેખિતમાં આમ આદમી પાર્ટીને ચેલેન્જ આપી છે. તેમણે કહ્યું છે કે ગુજરાતની અંદર AAP જે દાવા કરી રહી છે એના જવાબમાં કહું છું કે એક પણ સીટ આ રાજ્યમાં AAPને મળશે નહીં. તમારુ ખાતુ પણ અહીં ખુલે એમ લાગી રહ્યું નથી. આની સાથે રઘુ શર્માએ કેજરીવાલ પર પણ કટાક્ષ કર્યો છે. જાણો વિગતવાર…
ADVERTISEMENT
કેજરીવાલને કોંગ્રેસની ઓપન ચેલેન્જ…
કોંગ્રેસના રઘુ શર્માએ વીડિયો શેર કર્યો છે અને કેજરીવાલને પડકાર ફેંકતા કહ્યું છે કે તમારી ગુજરાતમાં એકપણ સીટ નહીં આવે. એ તો છોડો અત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ભાજપની B ટીમ જ છે. તેઓ આ ગુજરાત ચૂંટણીમાં પોતાનું ખાતુ પણ નહીં ખોલાવી શકે. ત્યારપછી રઘુ શર્માએ લેખિતમાં કેજરીવાલના અંદાજે જ પડકાર ફેંક્યો છે કે તમારી એકપણ સીટ ગુજરાતમાં નહીં આવે.
કેજરીવાલ પણ અગાઉ લેખિતમાં આપતા કે…
આજતકના કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલે લેખિતમાં આપ્યું હતું કે આ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની સ્થિતિ નબળી હશે. કોંગ્રેસને 5 કે તેથી ઓછી બેઠક મળશે એમ લાગી રહ્યું હોવાનો દાવો પણ લેખિતમાં કેજરીવાલ કરી ચૂક્યા છે. ત્યારે અનુમાન લગાવાઈ રહ્યું છે કે હવે રઘુ શર્માએ પણ કેજરીવાલને તેમના જ અંદાજમાં વળતો જવાબ આપ્યો છે.
With Input: સૌરભ વક્તાનિયા
ADVERTISEMENT