‘EVMમાં ગરબડ નથી, લોકો બુથમાં જઈને વોટ ભાજપને આપે છે’, Congressના જ ધારાસભ્ય અકળાયા

બનાસકાંઠા: વિધાનસભાની ચૂંટણી પહેલા ગઈકાલે બનાસકાંઠાના દિયોદરમાં ધનકવાડા ગામે કાંકરેજના ઓગડનાથ ધામ સુધી 18 કિલોમીટર લાંબી સર્વ સમાજ એકતા બાઈક યાત્રાનું કોંગ્રેસ દ્વારા આયોજન કરાયું…

gujarattak
follow google news

બનાસકાંઠા: વિધાનસભાની ચૂંટણી પહેલા ગઈકાલે બનાસકાંઠાના દિયોદરમાં ધનકવાડા ગામે કાંકરેજના ઓગડનાથ ધામ સુધી 18 કિલોમીટર લાંબી સર્વ સમાજ એકતા બાઈક યાત્રાનું કોંગ્રેસ દ્વારા આયોજન કરાયું હતું. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેમણે એક જનસભાને સંબોધતા કોંગ્રેસની હાર પર EVMમાં ગરબડ નહીં પરંતુ પોતાના જ લોકોમાં ગરબડ હોવાનું જણાવ્યું હતું.

પશ્ચિમ બંગાળ-પંજાબમાં મશીન કેમ ન બગડ્યા?
દિયોદરના કોંગ્રેસના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ કહ્યું કે, મશીનો ખોટું કરતા નથી. તમારા મગજમાંથી આ વાત કાઢી નાખવાની છે. ખૂબ સારી સારી વાતો કરતા હોય, પરંતુ જ્યારે બુથમાં જઈને લોકો વોટ તો ભાજપને જ આપતા હોય છે. આ મારો પાક્કે પાક્કો અનુભવ છે. આ સાથે તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં કેમ મશીન ન બગડ્યા. પંજાબમાં કેમ ન બગડ્યા.

‘EVMમાં ગરબડની વાત મનમાંથી કાઢી નાખજો
તેમણે આગળ કહ્યું કે, EVMમાં કોઈ ગરબડ નથી કરતા, મગજમાંથી વાત કાઢી નાખજો. ભાજપને મળતા મત માટે મશીન જવાબદાર નથી, ચૂંટણી આવે એટલે બેઠકો કરીને પણ ભાજપના ચિહ્નને દબાવીએ છીએ. મશીન ખોટું કરતું નથી, સિક્કા કમળ પર મારીએ છીએ.

દિયોદરમાં યોજાઈ હતી કોંગ્રેસની બાઈક રેલી
નોંધનીય છે કે, શિવા ભુરિયા દિયોદરથી કોંગ્રેસના ધારાસભ્ય છે. રવિવારે દિયોદરના રાજવી ગિરિરાજસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં કોંગ્રેસની સર્વ સમાજ એકતા બાઈક રેલીનું ધારાસભ્યએ પ્રસ્થાન કરાવ્યું હતું. જેં તેમણે આગામી ચૂંટણી માટે કોંગ્રેસને મદદ કરવા લોકોને અપીલ કરી હતી.

    follow whatsapp