કેજરીવાલના કોંગ્રેસ પર પ્રહાર કહ્યું, Congress ના ધારાસભ્યો ભાજપમાં જોડાઈ જશે

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં નેતાઓ પ્રવાસ ખેડી રહ્યા છે અને આરોપ પ્રત્યારોપની રાજનીતિ રમી રહ્યા છે. આ દરમિયાન અરવિંદ…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં નેતાઓ પ્રવાસ ખેડી રહ્યા છે અને આરોપ પ્રત્યારોપની રાજનીતિ રમી રહ્યા છે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસ અને ભાજપ એક થઇ ગઇ છે. કોંગ્રેસની 10થી ઓછી સીટો આવી રહી છે અને જેટલી સીટ પર આવશે તે પછી ભાજપમાં જોડાઈ જશે

 કોંગ્રેસ અને ભાજપ એક થઇ ગઇ
કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે ત્યારે બનાસકાંઠાના ડીસામાં જાહેર સભામાં સંબોધતા કહ્યું કે, કોંગ્રેસ અને ભાજપ એક થઇ ગઇ છે. એ લોકોએ નક્કી કરી લીધું છે કે આમ આદમી પાર્ટીની સરકાર ન બનવી જોઇએ. ગુજરાતમાં બહું મોટું વાવાઝોડું આવ્યુ છે પરિવર્તનનું. આખું ગુજરાત પરિવર્તન માંગી રહ્યું છે. હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે આ વખતે છેતરાતા નહીં, કોંગ્રેસને વોટ આપીને તમારા વોટના ભાગલા ન પાડતા.

કોંગ્રેસની 10થી ઓછી સીટો આવી રહી છે
કોંગ્રેસ પર કેજરીવાલે પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસને વોટ આપીને ભાજપને ન જીતાડી દેતા. કોંગ્રેસની 10થી ઓછી સીટો આવી રહી છે અને તેને જે પણ બેઠકો મળશે તે પછી ભાજપમાં ભળી જશે. ભાજપ 27 વર્ષથી એટલો અહંકારી બની ગયો છે કે તેઓ હવે લોકોની વાત પણ સાંભળતા નથી. અમારી સરકાર બનશે ત્યારે જનતા જ સરકાર ચલાવશે, જનતા જે કહેશે તે થશે.

ગુજરાતમાં આ વખતે 150 સીટ આવવી જોઇએ
આઈબીએ કેન્દ્ર સરકારને આ રિપોર્ટ આપ્યો છે કે ડિસેમ્બરમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. આઇબીનો રિપોર્ટ કહી રહ્યો છે કે આમ આદમી પાર્ટીની 94-95 સીટો આવી રહી છે. આમ આદમી પાર્ટી જીતી રહી છે પરંતું બે-ત્રણ સીટો ઉપરથી જીતી રહી છે, પરંતુ બે-ત્રણ સીટો પરથી નહીં, આમ આદમી પાર્ટીની જીત 40-50 સીટો પરથી થવી જોઈએ. ગુજરાતમાં આ વખતે 150 સીટ આવવી જોઇએ જેથી દિલ્હી અને પંજાબો રેકોર્ડ તુટી જાય.

    follow whatsapp