રાજકોટ: કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશે ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે પોતાના કોંગ્રેસ છોડવા અંગે પણ એક નિવેદન આપ્યું હતુ. આ સાથે જ તેમણે ભાજપને આડે હાથ લેતા આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, મને ફાયરિંગમાં ફિટ કરવાનો કારસો રચવામાં આવ્યો હતો. હું જેલમાં જવા તૈયાર છું પણ ભાજપમાં જવાનો નથી.
ADVERTISEMENT
ચૂંટણી પહેલા કોંગ્રેસ જાગી?
ધારાસભ્ય પૂંજાભાઈ વંશે કહ્યું કે, પ્રધાનમંત્રી અને ભાજપે કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાનું સૂત્ર આપ્યું હતું. કોંગ્રેસને નેસ્ત નાબૂદ કરવા શામ, દામ, દંડ અને ભેદ તમામ પ્રયાોસો કરી લીધા. તેમ છતાં કોંગ્રેસની કામગીરીની પ્રધાનમંત્રી મોદીએ ઉલ્લેખ કરવો પડી રહ્યો છે. કોંગ્રેસ હવે જાગી ચૂકી છે અને ઘરે ઘરે કોંગ્રેસના કાર્યકરો કામ કરી રહ્યા છે.
ગેસના બાટલા ફ્રી આપવાની સ્કીમ પર શું કહ્યું?
કોંગ્રેસના ધારાસભ્યએ સરકારની ઉજ્જ્વલા યોજના પર પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ ગુજરાતના લોકોને રૂ.500માં ગેસનો બાટલો આપવાની જાહેરાત કરી હતી. ભાજપે ઉજ્જવલા યોજનામાં બે બાટલા ફ્રી આપવાની જાહેરાત કરી હતી, પછી એક બાટલો આપ્યો અને ચૂંટણી પત્યા બાદ સ્કીમ બંધ કરી દીધી. હવે ભાજપે પોતાના પ્રવક્તા મંત્રી દ્વારા ચૂંટણી પહેલા ફરી 2 ગેસના બાટલા ફ્રી આપવાની જાહેરાત કરી છે.
ADVERTISEMENT