સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં આજે કલેક્ટર કચેરી ખાતે સંકલન બેઠક યોજાઈ હતી. જેમાં મોટો હોબાળો મચ્યો હતો. કોંગ્રેસના (Congress) ધારાસભ્ય નૌશાદ સોલંકી (Naushad Solanki) ચાલુ બેઠકમાં જમીન પર અન્નજળનો ત્યાર કરી ધરણાં પર ઉતર્યા હતા. તેમનો આરોપ હતો કે વારંવાર ગેરકાયદેસર બિલ્ડિંગ સામે રજૂઆતો કરવા છતાં પણ કાર્યવાહી કરવામાં આવી નહોતી. આખરે કંટાળીને તેઓ સંકલન બેઠકમાં જ ધરણા પર બેસી ગયા હતા. જે બાદ પોલીસ દ્વારા ટીંગાટોળી કરીને તેમને ત્યાંથી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
સંકલન સમિતિની બેઠકમાં જ ધારાસભ્યનો વિરોધ
કોંગ્રેસના દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીનો આક્ષેપ છે કે, તેમના દ્વારા બી.યુ પરમિશન વિના ચાલતી બિલ્ડીંગ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી. જોકે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. એવામાં તેમણે સંકલન સમિતિમાં જ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.
પોલીસ ટીંગા ટોળી કરીને લઈ ગઈ
કલેક્ટર કચેરી ખાતે જમીન પર જ બેસીને કોંગ્રેસના ધારાસભ્યએ અન્નજળનો ત્યાગ કરી દીધો હતો. તેમના ધરણા પર બેસતા જ પોલીસ તેમને ટીંગાટોળી કરીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. એવામાં નૌશાદભાઈએ ધારાસભ્યની ગરીમા છીવનાઈ હોવાનો આક્ષેપ કરીને પોલીસ સ્ટેશનમાં પણ ધરણા કર્યા હતા.
ADVERTISEMENT