મધ્યપ્રદેશઃ ઉજવણીમાં મન મૂકીને નાચતા ઘણઆ લોકોના કિસ્સા આપણે જોયા હશે. પરંતુ મધ્ય પ્રદેશના અનૂપપુર જિલ્લામાં કોંગ્રેસના ધારાસભ્ય સુનીલ શરાફે નવા વર્ષની ઉજવણીમાં કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડાવી દીધા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મેં હૂં ડોન સોન્ગ વાગતા જ ધારાસભ્ય સુનીલ સ્ટેજ પર ચઢી ગયા અને રિવોલ્વર કાઢી ફાયરિંગ કરવા લાગ્યા હતા. આની સાથે તેમણે મનમૂકીને ડાન્સ પણ કર્યો હતો. અત્યારે ધારાસભ્યનો ડાન્સ અને ફાયરિંગનો વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાઈરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં કોંગ્રેસના MLA ભાન ભૂલ્યા
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 31 ડિસેમ્બરની રાત્રે થર્ટી ફર્સ્ટની ઉજવણીનું આયોજન કરાયું હતું. જેમાં ધારાસભ્ય ભાન ભૂલ્યા અને મેં હૂં ડોનના સોન્ગ પર નાચતા નજરે પડ્યા હતા. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે પોલીસે આ અંગે ધારાસભ્ય વિરૂદ્ધ કેસ દાખળ કરી દીધો છે.
વિવાદોમાં ફસાયેલા રહ્યા છે આ ધારાસભ્ય..
ઉલ્લેખનીય છે કે, સુનીલ સરાફ કોટમા વિધાનસભા સીટથી ધારાસભ્ય છે. વિવાદો સાથે તેમનો જૂનો સંબંધ છે. થોડા મહિના પહેલા તેની સામે ટ્રેનમાં મહિલા મુસાફર સાથે છેડતી અને અભદ્ર વર્તન કરવાનો કેસ પણ નોંધવામાં આવ્યો હતો. મહિલાએ ફરિયાદ કરી હતી કે તેની બાજુના બર્થ પર મુસાફરી કરી રહેલા ધારાસભ્યએ નશાની હાલતમાં તેની સાથે અભદ્ર વર્તન કર્યું હતું.
ADVERTISEMENT