ભાર્ગવી જોશી, જૂનાગઢ: ખેતી પાક માં સિંચાઈ માટે ખેડૂતોને રાત્રિના ઉજાગરા ન કરવા પડે તે માટે સરકારે કિસાન સૂર્યોદય યોજના શરૂ કરી છે પરંતુ હજુ ઘણા ગામોમાં અડધી રાત્રે વીજળી આપવામાં આવી રહી છે.જેના કારણે ખેડૂતોને શિયાળાની હાડ થીજવતી ઠંડીમાં ઉજાગરા કરીને પિયત કરવું પડી રહ્યું છે. ખેડૂતોની મુશ્કેલી જોવા છતાં આંખ આડા કાન કરતી સરકારના કાન આમળવાનું કામ વધુ એક કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કર્યું છે. આજે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી ખેડૂતોના વીજ પ્રશ્ને ઉપવાસ પર ઉતાર્યા છે.
ADVERTISEMENT
જૂનાગઢમાં ખેડૂતોને કડકડતી ઠંડી માં રાતે પાણી આપવામાં આવતા ખેડૂતો નારાજ છે.અને દિવસે પાણી આપવામાં આવે એવી માંગ ઘણા સમયથી કરી થયા છે. પરંતુ સરકાર દ્વારા કોઈ ઉકેલ નહીંવત આજે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી ખેડૂતોના વીજ પ્રશ્ને હડતાળ પર ઉતરર્યા છે. આજે મેંદરડા ખાતે ખેડૂતોના સમર્થનમાં અરવિંદ લડાણી અને તેમના સાથીદારો ખેડૂતોના પ્રશ્નોને લઈ ઉપવાસ પર બેઠા છે.
સરકાર ખેડૂતોની વ્યથા નથી સમજતી
ખેડૂતોના પ્રશ્નોને લઈ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય સરકાર સામે મોરચે મંડાણા છે. પહેલા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. ત્યારે બાદ આજે જૂનાગઢ જિલ્લાના માણાવદર બેઠકના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. આ મામલે અરવિંદ લાડાણીએ જણાવ્યું કે ખેડૂતો નો પ્રશ્ન એ સૌથી વધુ અગત્યનો છે ઠંડીમાં આપણે ઘરમાં બેસી જઈએ છીએ જ્યારે ખેડૂત ખેતરોમાં પાણી આપવાની મહેનત કરે છે.સરકાર ખેડૂતોની વ્યથા નથી સમજતી આથી જ હું ઉપવાસ પર બેસી રહ્યો છું.
જાણો શું કહ્યું તંત્રએ
સમગ્ર મામલે પીજીવીસીએલ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મેંદરડા સ્થિત પીજીવીસીએલ કચેરી અંતર્ગત કુલ 39 ગામનો સમાવેશ થાય છે. જેમાં કુલ 24 ગામોને સંપૂર્ણપણે દિવસે વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે. ત્યારે બાકીના ગામડાઓને પણ દિવસે વીજ પુરવઠો મળે તમામ પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. ટૂંક સમયમાં આ સમસ્યાનું સમાધાન નીકળશે તેઓ ભરોસો પણ વ્યક્ત કરાયો હતો. મહત્વનું છે કે મેંદરડા પંથકમાં અવારનવાર સિંહ દીપડાઓના આટા ફેરા જોવા મળતા હોય છે ત્યારે ખેડૂતોના હિત ખાતર સરકાર અને જવાબદાર વિભાગ આ મામલે યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે..
આ પણ વાંચો: અમદાવાદમાં IB ઓફિસરે સોપારી આપીને ત્રીજી પત્નીની હત્યા કરાવી, કારણ જાણીને ચોંકી જશો
રાત્રે પિયત કરતા ઝેરી જીવજંતુ કરડવાનો ભય
રાત્રે ખેતરમાં પિયત કરતી વખતે ઝેરી જીવજંતુ કરડવા નો ભય સતાવે છે. શિયાળા ની ઠંડી માં ઊભા પાકમાં ખેતરોમાં રાત્રે પિયત કરવામાં ખૂબ મુશ્કેલી પડે છે ખેડૂતોને રાહત રહે તે માટે રાત્રિના બદલે દિવસે વીજળી આપવી જોઈએ.ખેડૂતો જે અનાજ થકી આપણને જીવતદાન આપે છે એ જગતના તાતના જીવ સાથે સરકાર કેમ ચેડા કરે છે તેવા પણ સવાલો ઉઠી રહ્યાં છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT