અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ દરમિયાન ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સત્તા સંઘર્ષ માટે મેદાને છે. કોંગ્રેસ માટે આ ચૂંટણીમાં 2017ની સરખામણીએ ખૂબ આકરી રહેશે. ગુજરાતમાં 2017થી 2022 આવતાની સાથે 19 ધારાસભ્યો ગુમાવ્યા છે. આ દરમિયાન ફક્ત સૌરાષ્ટ્ર- કચ્છ ઝોનમાંથી જ કોંગ્રેસે 5 વર્ષ દરમિયાન 11 ધારાસભ્યો ગુમાવ્યા છે. કોંગ્રેસની પકડ સૌરાષ્ટ્રમાં ઓછી થઈ ગઈ છે તે આ આંકડા પરથી સ્પષ્ટ જાણી શકાય છે.
ADVERTISEMENT
સૌરાષ્ટ્ર કચ્છ ઝોન
સૌરાષ્ટ્ર કચ્છ ઝોનમાં કુલ 12 જિલ્લાઓ આવેલા છે જેમાં 54 વિધાનસભાની સીટ આવેલ છે જેમાં ભાજપને 31 કોંગ્રેસને 19 એનસીપી પાસે 1 બેઠક છે. તથા પાબુભા માણેક દ્વારકા બેઠક પરથી ગેરલાયક ઠર્યા હતા અને અપીલ કરતા હજુ બેઠક ખાલી છે જ્યારે જુનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પરથી કોંગ્રેસના ધારાયસભ્ય હર્ષદ રિબડીયાએ રાજીનામું ધરી દેતા આ બેઠક પણ ખાલી છે. આજે ભગવાન બરાડે રાજીનામું આપતા કોંગ્રેસે વધુ એક ધારાસભ્ય ગુમાવ્યા છે. 2022 આવતા આવતા સૌરાષ્ટ્ર કચ્છ ઝોનમાં કોંગ્રેસે 11 ધારાસભ્યો ગુમાવ્યા. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ કરતાં ભાજપની પકડ વધુ મજબૂત થઈ.
જાણો કોણે કોણે છોડ્યો કોંગ્રેસનો હાથ
2018
- વર્ષ 2018માં જસદણ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળીયાએ રાજીનામું આપી દીધું
2019
- વર્ષ 2019માં ધ્રાંગધ્રા બેઠકના ધારાસભ્ય પુરુસોત્તમ સબરીયાએ રાજીનામું આપી દીધું
- વર્ષ 2019માં જામનગર બેઠકના ધારાસભ્ય વલ્લભ ઘાવરીયાએ રાજીનામું આપી દીધું
- વર્ષ 2019માં માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપી દીધું
2020
- વર્ષ 2020માં ધારી બેઠકના ધારાસભ્ય જે.વી. કાકડિયાએ રાજીનામું આપી દીધું.
- વર્ષ 2020માં ગઢડા બેઠકના ધારાસભ્ય પ્રવીણ મારુએ રાજીનામું આપી દીધું.
- વર્ષ 2020માં મોરબી બેઠકના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામું આપી દીધું.
- વર્ષ 2020માં અબડાસા બેઠકના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ રાજીનામું આપી દીધું.
- વર્ષ 2020માં લીંબડી બેઠકના ધારાસભ્ય સોમા ગાંડા પટેલે રાજીનામું આપી દીધું
2022
ADVERTISEMENT