નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના ‘મીઠા’ વાળા નિવેદન પર કોંગ્રેસના નેતા ઉદીત રાજના ટ્વીટથી મોટો હોબાળો મચી ગયો છે. ભાજપે ઉદિત રાજની ટિપ્પણીને દુર્ભાગ્યપૂર્ણ બતાવી છે અને તેમના પર અને કોંગ્રેસ પર આક્ષેપ કર્યા છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, આ પહેલીવાર નથી જ્યારે ઉદિત રાજે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો છે. આ તેમની આદિવાસી માનસિકતા દર્શાવે છે.
ADVERTISEMENT
શું કહ્યું હતું દ્રૌપદી મુર્મૂએ?
તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેમણે સાબરતમી આશ્રમ પહોંચીને મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ આપી હતી. આ બાદ તેમણે અહીં એક કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં દેશનો 76 ટકા મીઠાનું ઉત્પાદન થાય છે. એવું કહી શકાય કે બધા દેશવાસીઓ ગુજરાતનું મીઠું ખાય છે.
ઉદિત રાજે શું કહ્યું?
કોંગ્રેસના નેતા ઉદિત રાજે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ‘દ્રૌપદી મુર્મૂજી જેવા રાષ્ટ્રપતિ કોઈ દેશને ન મળે. ચમચાગિરીની પણ હદ હોય છે. કહે છે કે 70 ટકા લોકો ગુજરાતનું મીઠું ખાય છે. પોતે મીઠું ખાઈને જિંદગી જીવે તો ખબર પડશે.’ આ બાદ ઉદિત રાજે વધુ એક ટ્વીટ કર્યું. તેમણે કહ્યું કે, આ નિવેદન મારું દ્રોપદી મુર્મૂજી માટે અંગત નિવેદન છે, કોંગ્રેસ પાર્ટીનું નથી. દ્રૌપદી મુર્મૂને ઉમેદવાર બનાવ્યા અને આદિવાસીના નામથી વોટ માગ્યા. રાષ્ટ્રપતિ બનવાથી શું તે આદિવાસી નથી રહ્યા? દેશના રાષ્ટ્રપતિ છે તો આદિવાસીના પ્રતિનિધિ પણ. રડવું આવે છે જ્યારે એસસી/એસટીના નામથી પદ પર જાય છે પછી ચુપ થઈ જાય છે.
ભાજપે સાધ્યું નિશાન
સંબિત પાત્રાએ આ નિવેદન પર કહ્યું કે, કોંગ્રેસના નેતા ઉદિત રાજ દ્વારા રાષ્ટ્રપતિ મુર્મૂ માટે ઉપયોગ કરાયેલા શબ્દો ચિંતાજનક, દુર્ભાગ્યપૂર્ણ છે. આ પહેલીવાર નથી જ્યારે તેમણે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો છે. આ પહેલા કોંગ્રેસના અધીર રંજન ચૌધરીએ પણ આવું જ કહ્યું હતું. જે તેમની આદિવાસી વિરોધી માનસિકતાને દર્શાવે છે.
ADVERTISEMENT