અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા અમદાવાદમાં સૌથી મોટા રાજકીય મંચ સજી ગયો છે. અમદાવાદમાં યોજાયેલી ગુજરાત Tak બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, આર્ટિકલ 370 હજુ પણ ભારતના સંવિધાનનો ભાગ છે. ભાજપે દેશ સમક્ષ ખોટું બોલ્યું છે.
ADVERTISEMENT
આર્ટિકલ 370 પર શું બોલ્યા આલોક શર્મા?
આલોક શર્માએ ગુજરાત Tak બેઠકમાં સંસદમાં પસાર થયેલા ઓર્ડિનન્સનો હવાલો આપતા કહ્યું કે, ત આર્ટિકલ 370 હજુ પણ ભારતના સંવિધાનનો ભાગ છે. જો આર્ટિકલ 370 હટશે તો કાશ્મીર ભારતનો ભાગ જ નહીં રહે. મોદી સાહેબ લાલ કિલ્લાથી ખોટું બોલ્યા. જો હું ખોટું બોલતો હોય તો મારા પર કેસ કરાવી દો. હું ચેલેન્જ કરી રહ્યો છું. હું 5 તારીખ સુધી ગુજરાતમાં છું, જો તમારામાં તાકાત હોય તો મને જેલમાં નખાવી દેજો. 6 ઓગસ્ટ 2019ના ઓર્ડિનન્સની કોપિમાં લખ્યું છે, આર્ટિકલ 370ના પાવરનો ઉપયોગ કરીને અમે આ પ્રકારના ફેરફારો કરી રહ્યા છીએ. જોકે તેમના આ નિવેદનનો ભાજપના સાંસદ જી.વી.કે નરસિંહા રાવે સખત વાંધો ઉઠાવે છે.
નોંધનીય છે કે, ભારત સરકારે 2019માં આર્ટિકલ 370માં કેટલાક ફેરફાર કરીને બે બિલને રજૂ કર્યા હતા. જેમાં જમ્મુ કાશ્મીર પાસેથી સ્પેશ્યલ રાજ્યનો દરજ્જો તથા તેને પોતાના નિયમો લાગુ નહીં પડે.1947માં વિભાજન સમયે જમ્મુ-કાશ્મીરને ભારતમાં જોડવાની પ્રક્રિયા શરૂ થઈ ત્યારે જમ્મુ-કાશ્મીરના રાજા હરિસિંહ સ્વતંત્રતા રહેવા ઈચ્છતા હતા. જોકે આ દરમિયાન પાકિસ્તાન સમર્થિત લોકોએ આક્રમણ કરી દેધું જે બાદ તેમણે ભારતમાં વિલય થવાની સહમતિ આપી હતી.
ADVERTISEMENT