Big News: લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં ભંગાણ, દિગ્ગજ નેતા નારણ રાઠવાએ ધારણ કર્યો ભાજપનો ખેસ

Gandhinagar Latest News: લોકસભાની ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ ખીલી છે, એક પછી એક મોટા નેતાઓ પોત-પોતાના પક્ષ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને પાર્ટીને અલવિદા કહી રહ્યા છે.

Gandhinagar Latest News

કોંગ્રેસના નારણ રાઠવાએ પણ 'હાથ' છોડ્યો

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

સાંસદ નારણ રાઠવા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા

point

આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસને મોટો ઝટકો

point

આદિવાસી સમાજમાંથી આવે છે નારણ રાઠવા

Gandhinagar Latest News: લોકસભાની ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ ખીલી છે, એક પછી એક મોટા નેતાઓ પોત-પોતાના પક્ષ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને પાર્ટીને અલવિદા કહી રહ્યા છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને એક મોટો ઝટકો લાગે એવા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને છોટઉદેપુરના રાજ્યસભાના સાંસદ અને પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણ રાઠવા સહિત તેમના પુત્ર સંગ્રામ રાઠવા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા છે. મળતી માહિતી અનુસાર મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે નારણ રાઠવાએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે.


કમલમ ખાતે ધારણ કર્યો ભાજપનો ખેસ 

છોટાઉદેપુરના રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ પોતાના સમર્થકો સાથે આજે સવારે 12.10 વાગ્યે ગાંધીનગર કમલમ ખાતે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. આમ લોકસભાની ચૂંટણી પહેલા નારણ રાઠવા ભાજપમાં જોડાતા આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. 

વધુ વાંચો....Accident News: અમદાવાદ-રાજકોટ હાઈવે પર ભયંકર અકસ્માત, ડમ્પરની પાછળ બોલેરો ઘુસી જતા 5 લોકોના મોત અને 2 ઈજાગ્રસ્ત 

કોંગ્રેસનું સંગઠન જ ખૂબ નબળું છેઃ સંગ્રામ રાઠવા

આ અંગે નારણ રાઠવાના પુત્ર સંગ્રામ રાઠવાએ ગુજરાત તકને જણાવ્યું હતું કે, સંગઠનથી નારાજ થઈને અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસથી પ્રભાવિત થઈને તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે,  કોંગ્રેસનું સંગઠન જ ખૂબ નબળું છે. હું સંગઠનનો માણસ છું તમારું સંગઠન નબળું હોય તો પાર્ટી કેવી રીતે ચાલે? આપને જણાવી દઈએ કે, લોકસભાની ચૂંટણી લડવા બાબતે સંગ્રામ રાઠવાએ કોઈ જવાબ આપ્યો નથી. 

ભાજપે મોટો ખેલ પાડી દીધો

આપને જણાવી દઈએ કે, આવતા મહિને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતના આદિવાસી વિસ્તારમાંથી પસાર થવાની છે. જોકે, તે પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ મોટો ખેલ પાડી દીધો છે. આદિવાસી સમાજમાંથી આવતા કોંગ્રેસના કદાવર નેતા નારણ રાઠવા આજે પુત્ર સંગ્રામસિંહ સાથે કેસરિયો ધારણ કર્યો છે. નારણ રાઠવા આદિવાસી સમાજમાંથી આવે છે અને આદિવાસી સમાજનો મોટો ચહેરો છે.

વધુ વાંચો....'મારી ઘરવાળી ખરાબ હતી, મને મૂકીને બીજી જગ્યાએ જતી હતી', રાજકોટમાં પત્નીની કરપીણ હત્યા બાદ પતિએ બનાવ્યો વીડિયો
 

કોણ છે નારણ રાઠવા? 


- 67 વર્ષીય નારણ રાઠવાએ કોંગ્રેસમાંથી જ રાજકારણની શરૂઆત કરી હતી.
- નારણ રાઠવાની ગુજરાતના મોટા આદિવાસી નેતામાં ગણતરી થાય છે. 
- નારણ રાઠવા વર્ષ 1989માં લોકસભા જીતીને પહેલીવાર સંસદમાં પહોંચ્યા હતા. 
- આ પછી વર્ષ 1991, 1996, 1998 અને 2004માં પણ ચૂંટણી જીત્યા હતા.
- નારણ રાઠવા 2004થી 2009 સુધી UPA-1માં રેલવે રાજ્યમંત્રી પણ રહી ચૂક્યા છે
- જે બાદ વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપના રામસિંહ રાઠવા સામે તેમનો પરાજય થયો હતો.
- આ પછી તેમને લગભગ 10 વર્ષ સુધી કોઈ પદ સંભાળ્યું નહોતું. 
- 2018માં ગુજરાત કોંગ્રેસથી રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. 

    follow whatsapp