રાજકોટઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા નેતાઓ જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરૂના એક નિવેદનથી અત્યારે રાજકારણ ગરમાયું છે. રિપોર્ટ્સ પ્રમાણે તેમણે એક જાહેર કાર્યક્રમમાં કહ્યું કે મારા મતે સોમનાથમાં અલ્લાહ બેઠા છે. આમ કહીને અલ્લાહ હુ અકબરનો નારો લગાવતા ચર્ચાનો વિષય બન્યો છે. રાજ્યગુરુએ વધુમાં કહ્યું કે અજમેરમાં મહાદેવ બેઠા છે.
ADVERTISEMENT
જાહેર સભામાં રાજ્યગુરુનો બફાટ!
ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું કે મારા મત મુજબ તો અલ્લાહ અને મહાદેવ એક જ છે. અજમેરમાં મહાદેવ છે તો સોમનાથમાં અલ્લાહ બેઠા છે. આની સાથે ઈન્દ્રનીલ રાજ્યગુરુએ અલ્લાહ હુ અકબરના નારા લગાવ્યા હતા. અત્યારે આ વીડિયો પવન વેગે વાઈરલ થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં વોટબેંકની રાજનીતિ માટે આ કૃત્ય કર્યું હોવાની ચર્ચા વહેતી થઈ છે.
ઈન્દ્રનીલ રાજ્યગુરુની સ્પષ્ટતા
ઉલ્લેખનીય છે કે ઈન્દ્રનીલ રાજ્યગુરુએ પોતાના સંબોધનમાં સ્પષ્ટતા કરી હતી કે આ તેમનો અંગત મત છે. મારા મત મુજબ અલ્લાહ અને મહાદેવ એક જ છે. બંનેના આશીર્વાદ મળતા આવવા જોઈએ. આની સાથે અહેવાલો પ્રમાણે ઈન્દ્રનીલ રાજ્યગુરુએ જ્યારે અલ્લાહ હુ અકબરના નારા લગાવ્યા ત્યારે જનતાને તેમણે મહાદેવના નારા લગાડવા કહ્યું હતું. તેવામાં હવે આ પ્રમાણેના નિવેદન પછી આગામી સમયમાં રાજકારણમાં કેવું વાતાવરણ સર્જાશે એ જોવાજેવું રહ્યું.
ADVERTISEMENT