વિપીન પ્રજાપતિ/પાટણ: પાટણથી કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલનો એક વીડિયો હાલમાં સામે આવ્યો છે. વીડિયોમાં કિરીટ પટેલ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી પટેલને ખુલ્લી ધમકી આપતા દેખાઈ રહ્યા છે અને ચૂંટણી પછી તેમને જોઈ લેવાનું કહી રહ્યા છે. ત્યારે કિરીટ પટેલના આ વીડિયોથી રાજકારણ ગરમાયું છે.
ADVERTISEMENT
કિરીટ પટેલે કોને આપી ધમકી?
પાટણમાં સબોસણ ગામમાં કિરીટ પટેલ ચૂંટણી પ્રચારમાં ગયા હતા. અહીં તેઓ ગામ લોકોને ચૂંટણીમાં કોઈ અંદરો અંદર તેમને લડાવીને ફાયદો ન ઉઠાવી જાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવા માટે કહી રહ્યા છે. તેઓ કહે છે, તમને અંદરોઅંદર ઝઘડાવાનો પ્રયાસ થશે. કોઈ એવું કહેશે કે હું બેઠો છું. ભાજપનો છું અને સરકાર અમારી છે કે.સી પટેલ અમારા છે. કે.સી પટેલને પૂછી આવજો. અહીં પેટ્રોલ પંપ બનાવ્યો એમાં 7 લાખ દંડ ભર્યો અને તોડવાનો હુકમ કર્યો છે. કે.સી પટેલ પેટ્રોલ પંપ બચાવી શક્યા નથી, આવી ગાયોને શું બચાવી શકશે.
ખુલ્લેઆમ ધમકી આપતા દેખાયા નેતા
કિરીટ પટેલ આગળ કહે છે, તો પણ જો તેઓ પોતાની જાતને દાદા સમજતા હોય તો કહી દેજો. આ દુનિયામાં બેજ દાદા છે હનુમાન દાદા અને ગણપતિ દાદા. લોકશાહીમાં કોને કોની સાથે રહેવું તે તેનો અધિકાર છે. આઠમી એ આપડું જીતનું વરઘોડું છે અને નવમી એ આપડે આ દાદાઓનો હિસાબ કરી નાખીશું. આમ ખુલ્લેઆમ ધમકી આપતા દેખાઈ રહ્યા છે.
ADVERTISEMENT