‘પાર્થને કહો ચઢાવે બાણ, હવે તો પરિવર્તન એ જ સંકલ્પ’, જગદીશ ઠાકોરના ભાજપ પર આકરા પ્રહાર

અમદાવાદ: આજથી ગુજરાતીઓના નવા વર્ષની શરૂઆત થાય છે. સાથે જ વિક્રમ સંવત 2079નો પ્રારંભ થયો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે નવા વર્ષની શુભકામનાઓ…

gujarattak
follow google news

અમદાવાદ: આજથી ગુજરાતીઓના નવા વર્ષની શરૂઆત થાય છે. સાથે જ વિક્રમ સંવત 2079નો પ્રારંભ થયો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આ સાથે જ તેમણે ભાજપની સરકાર પર પણ પ્રહાર કર્યા હતા.

જગદીશ ઠાકોરે પાઠવી નવા વર્ષની શુભેચ્છા
જગદીશ ઠાકોરે કહ્યું કે, મારા સૌ દેશવાસીઓ, ગુજરાત વાસીઓને શુભેચ્છાઓ. નવું વર્ષ આપના જીવનમાં ઉજાસ, અંજવાળુ, પ્રકાશ લઈને આવે. સૌ દેશવાસીઓ અને ગુજરાતીઓ ખુશહાલ રહે. એવી શુભેચ્છાઓ. આ સાથે જ તેમણે કહ્યું કે, દેશમાં અને ગુજરાતમાં જે સરકારો ચાલી રહી છે તે લોકશાહીને ધ્વસ્ત કરનારી સરકાર છે. જે સરકાર લોકશાહીનું દમન કરવાવાળી છે, જે સરકાર બેરોજગાર યુવાનોના હક છીનવવાળી છે.

ભાજપ પર પ્રહાર કર્યા
તેમણે ઉમેર્યું, ગુજરાતમાં જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે સંકલ્પ કરો, પાર્થને કહો ચઢાવે બાણ, હવે તો પરિવર્તન એ જ સંકલ્પ. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બદલીએ, કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં નવસર્જનમાં દેશને જોડવાની વાત કરીએ, લોકશાહીને બચાવવાની વાત કરીએ, ભાઈચારા અને માનવતાને બચાવવાની વાત કરીએ એ જ નવા વર્ષની શુભેચ્છા.

ચૂંટણીને લઈને કોંગ્રેસનું ખાસ પ્લાનિંગ
નોંધનીય છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંગણીની ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે. ચૂંટણીને લઈને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે દિલ્હીમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે. જેમાં ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવશે. ચૂંટણીને લઈને આ વખતે કોંગ્રેસ દ્વારા પહેલીવાર બુથ લેવલનું માઈક્રો મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે.

    follow whatsapp