અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણી નજીક આવતા ની સાથે જ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ પોતાના 150થી વધુ ઉમેદવારો જાહેર કરી દીધા છે. ત્યારે ભાજપ પોતાના ઉમેદવારોની પસંદગીને આખરી ઓપ આપી રહ્યા છે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી જેમાં વર્તમાન ધારાસભ્ય ભાવેશ કટારાને કાપવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ભાવેશ કટારાને કાપવામાં આવ્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી છે. વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઑની નારાજગીની સિઝન શરૂ તહી ચૂકી છે. એક બાદ એક રાજીનામાં પડી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ પોતાના સિટિંગ ધારાસભ્યોને રિપીટ કરવાની વાત કરી રહ્યા હતા ત્યારે તેમણે પોતાની પ્રથમ યાદીમાં ઝાલોદ બેઠક પરથી ધારાસભ્ય ભાવેશ કટારાને ટિકિટ આપવામાં નથી આવી. ભાવેશ કટારાની જગ્યાએ ડૉ. મીતેશ ગરાસિયાને મેદાને ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસના આ નિર્ણયથી અનેક ચર્ચાએ જોર પકડયું છે.
ભાવેશ કટારાનું નામ ચર્ચામાં
કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાનું નામ રસ્ત્ર પતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગમાં ચર્ચામાં હતું. આ ઉપરાંત અનેક વખત પક્ષ છોડે તેવી સંભાવના હતી ત્યારે હવે વિધાનસભાની ચૂંટણી પહેલા ભાવેશ કટારા નવાજૂની કરે તો નવાઈ નહી
ADVERTISEMENT