નરેન્દ્ર પેપરવાલા, નર્મદા : ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ દરમિયાન ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોને મેદાને ઉતારી રહી છે. આ દરમિયાન કોંગ્રેસ પોતાના સિટિંગ ધારાસભ્યને રિપીટ કરવાની વાત કરતી હતી. પરંતુ કોંગ્રેસે ભાવેશ કટારા બાદ વધુ એક ધારાસભ્યની ટિકિટ કાપતા નવાજૂનીના એંધાણ છે. કોંગ્રેસે જાહેર કરેલી ત્રીજી યાદીમાં નાંદોદ બેઠક પરથી પ્રેમસિંહ વસાવાની ટિકિટ કાપી અને હરેશ વસાવાને ટિકિટ આપતા પ્રેમસિંહ વસાવા નારાજ હોવાની વિગતો સામે આવી રહી છે.
ADVERTISEMENT
પ્રેમસિંહ વસાવાની કાપી ટિકિટ
ગુજરાતવિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. ટિકિટ ફાળવણી બાદ નેતાઓની નારાજગી સામે આવી રહી છે. ત્યારે જાલોદ બેઠક પરથી કોંગ્રસે ભાવેશ કટારાની ટિકિટ કાપતા તેમણે કોંગ્રેસનો સાથ છોડ્યો હવે કોંગ્રસે નાંદોદ બેઠક પરથી પ્રમસિંહ વસાવાની ટિકિટ કાપવામાં આવી છે. ત્યારે પ્રેમસિંહ વસાવા કોંગ્રેસ સાથે છેડો ફાડે તેવી અટકળો લાગી રહી છે.
પ્રેમસિંહના જમાઈ જોડાયા ભાજપમાં
પ્રેમસિંહ વસાવાનાએ આજે ભાજપનો ખેસ ધારણ નથી કર્યો પરંતુ તેમના જમાઈ રવિ વસાવા ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. હવે પ્રમસિંહ વસાવાને મનાવવા કોંગ્રેસ સફળ થશે કે કોંગ્રેસનો સાથ છોડનાર ધારાસભ્યમાં વધુ એક નામ ઉમેરાશે.
ADVERTISEMENT