અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. ચૂંટણી જાહેર થતાજ ભાજપ અને કોંગ્રસે ઉમેદવાર જાહેર કરવાની શરૂઆત કરી છે. કોંગ્રેસે અત્યારસુધીમાં કુલ 105 ઉમેદવાર જાહેર કર્યા છે જેમાં અત્યારસુધીમાં 3 ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે. જેમાં ચોથી યાદીમાં કોડીનાર બેઠક પરથી સિટિંગ ધારાસભ્ય મોહનભાઇ વાળની ટિકિટ કાપવામાં આવી છે.
ADVERTISEMENT
કોંગ્રેસે આ સિટિંગ MLAની કાપી ટિકિટ
- ઝાલોદ બેઠક પરથી ભાવેશ કટારાની ટિકિટ કાપી અને મીતેશ ગરાસિયાને ટિકિટ આપવામાં આવી
- નાંદોદ બેઠક પરથી પ્રેમસિંહ રાઠવાની ટિકિટ કાપી હરેશ વસાવાને ટિકિટ આપવામાં આવી
- કોડીનાર બેઠક પરથી મોહનભાઇ વાળાની ટિકિટ કાપી મહેશભાઇ મકવાણાને ટિકિટ આપવામાં આવી
ચોથી યાદીમાં આ ઉમેદવારને મેદાને ઉતારવામાં આવ્યા
કોંગ્રેસે પોતાની ચોથી યાદીમાં 9 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં દ્વારકાથી માલુબાઇ કંડોરિયા, તલાલાથી માનસિંહ ડોડિયા, કોડિનાર (એસ.સી)થી મહેશ મકવાણા, ભાવનગર ગ્રામ્યથી રેવતસિંહ ગોહિલ, ભાવનગર ઇસ્ટથી બળદેવ મંજીભાઇ સોલંકી, બોટાદથી રમેશ મેર, જંબુસરથી સંજય સોલંકી, ભરૂચથી જયકાંતભાઇ બી પટેલ અને ધરમપર (એસટી)થી કિશનભાઇ વેસ્તાભાઇ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
105 ઉમેદવાર કર્યા જાહેર
કોંગ્રેસે પહેલી યાદીમાં 43 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કર્યા હતા. ત્યાર બાદ બીજી યાદીમાં કોંગ્રેસે 46 બેઠકો પર ઉમેદવારના નામ જાહેરર કર્યા હતા. ત્રીજી યાદીમાં 7 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કર્યા છે. ચોથી યાદીમાં 9 ઉમેદવારોના નામજાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસે અત્યાર સુધીમાં 105 બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.
ADVERTISEMENT