દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદે પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. જોકે આની પાછળના કારણો હજુ સુધી સામે આવી શક્યા નથી. પરંતુ અટકળો એવી લાગી રહી છે કે તેઓ છેલ્લા ઘણા સમયથી પાર્ટીની નીતિઓથી નારાજ ચાલી રહ્યા હતા. નોંધનીય છે કે આ દરમિયાન તેમણે રાહુલ ગાંધી અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. ચલો આપણે તેમની રાજકીય કારકિર્દીથી લઈ અન્ય સફર પર નજર કરીએ….
ADVERTISEMENT
ગુલામ નબી આઝાદે રાહુલ ગાંધી અંગે કહ્યું..
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ગુલામનબી આઝાદે કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પાંચ પાનાનું રાજીનામું આપ્યું હતું. જેમાં તેમણે પાર્ટીના નેતા રાહુલ ગાંધી અંગે કહ્યું હતું કે તેઓ અનુભવ વગરના લોકોથી ઘેરાયેલા છે. જોકે તેમનું પાર્ટી છોડવાનું કારણ હજુ સુધી બહાર આવી શક્યું નથી. જેમાં તેમણે લખ્યું છે કે મને કોંગ્રેસનો સાથ છોડતા ઘણું દુઃખ થઈ રહ્યું છે. સદીઓ જૂના સંબંધો તોડતા મારી આંખોમાં પાણી આવી ગયા છે.
2014મા ગુલામનબી રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા બન્યા
જમ્મુ-કાશ્મીરના ગુલામનબી આઝાદે કોંગ્રેસ પાર્ટીથી પોતાની આગવી છાપ છોડી હતી. તેમણે 40 વર્ષથી વધુની રાજકીય કારકિર્દીમાં મહત્ત્વપૂર્ણ પદભાર સંભાળ્યો હતો. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત 1973થી કરી હતી. આ દરમિયાન તેઓ કોંગ્રેસ કમિટીના સચિવ તરીકે પાર્ટી સાથે જોડાયા હતા. ત્યારપછી તેમણે 1990થી 2014 વચ્ચે પાર્ટીના મહત્ત્વપૂર્ણ પદ સંભાળ્યા હતા. તેવામાં 2005મા જમ્મુ કાશ્મીરના મુખ્ય મંત્રી બન્યા બાદ ગુલામ નબી આઝાદની કારકિર્દીને નવી ઓળખ મળી હતી. ત્યારપછી 2014મા તેઓ રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા બન્યા હતા.
કોંગ્રેસમાં અહેમદ પટેલ પછી ગુલાબ નબી આઝાદનું સ્થાન સૌથી મહત્ત્વપૂર્ણ છે. તેઓ પાર્ટીના બીજા સૌથી મોટા મુસ્લિમ ચહેરા તરીકે જોવા મળ્યા છે. પાર્ટીના દરેક નાના-મોટા નિર્ણયોમાં ગુલામ નબી આઝાદનું યોગદાન મહત્ત્વપૂર્ણ રહ્યું હોય છે. તેમની પાર્ટીમાં છાપ પણ એક હાર્ડ વર્કિંગ નેતા તરીકે ઉભરી આવી હતી.
ADVERTISEMENT