બનાસકાંઠાઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની સ્ટ્રેટેજીએ રાજ્યમાં જીતનો અનોખો રેકોર્ડ નોંધાવી નાખ્યો છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ એવા તથા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપની સ્ટ્રેટેજીના વખાણ કર્યા છે. તેમણે કહ્યું છે કે ભાજપની સરકાર બદલવાની રણનીતિ સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. ટિકિટ કાપવાની ચર્ચાએ જોર પકડતા પણ જોવાજેવી થઈ હતી. જાણો આ અંગે વિગતવાર માહિતી…
ADVERTISEMENT
ગેનીબેન ઠાકોરે કરી ભાજપની પ્રશંસા
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરની હાજરીમાં ગેનીબેન ઠાકોરે ભાજપની સ્ટ્રેટેજીની પ્રશંસા કરી છે. તેમણે કાંકરેજના ચાંગા ગામે ઋણ સ્વીકાર કાર્યક્રમમાં કહ્યું છે કે ભાજપની સ્ટ્રેટેજી જુઓ,આખી સરકાર બદલી નાખે, જેની ટિકિટ કાપવી હોય એ કાપે તોય કોઈ કઈ જ ન બોલે.
કોંગ્રેસમાં કશુ વધ્યું જ નથી – ગેનીબેન
નોંધનીય છે કે ગેનીબેને વધુમાં કહ્યું આપણે કોંગ્રેસમાં કશું રહી જ નથી ગયું તો શી ખબર શેના ભાગલા પાડવાના રહી ગયા છે. આગામી સમયમાં કોંગ્રેસને નવું સંગઠન ઉભું કરવું પડે. વાવમાં મને 1 લાખ 2 હજાર વોટ મળ્યા. પાંચ વર્ષમાં માત્ર 2 હજાર લોકો જ પાંચ વર્ષ લોહી પીવાના છે.
With Input: ધનેશ પરમાર
ADVERTISEMENT