કોંગ્રસનું વિધાનસભા મિશન 2022 શરૂ, જાણો સંકલ્પયાત્રાથી ભાજપને કેવી રીતે પડકારશે!

અમદાવાદઃ ગુજરાતમાં આ વખતે વિધાનસભા ચૂંટણી અલગ જ રંગમાં જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટી પછી હવે કોંગ્રેસ પણ એક્ટિવ થઈ ગઈ છે. તે…

gujarattak
follow google news

અમદાવાદઃ ગુજરાતમાં આ વખતે વિધાનસભા ચૂંટણી અલગ જ રંગમાં જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટી પછી હવે કોંગ્રેસ પણ એક્ટિવ થઈ ગઈ છે. તે મિશન 2022 અંતર્ગત વિધાનસભામાં પદયાત્રા કરશે અને પરિવર્તન સંકલ્પ યાત્રાનું પણ આયોજન કરશે. નોંધનીય છે કે પહેલી અને બીજી સપ્ટેમ્બરે કુલ 16 વિધાનસભામાં કોંગ્રેસ પદયાત્રાનું આયોજન કરવા જઈ રહી છે. જેમાં કોંગ્રેસે કરેલા કાર્યો વિશે વિગતવાર માહિતી લોકો સુધી પહોંચાડી શકાય એવી જાહેરાત થશે.

અમદાવાદમાં 1 સપ્ટેમ્બરે યાત્રા…
કોંગ્રેસનો મુખ્ય મુદ્દો બેરોજગારી અને મોંઘવારી રહેશે. આ યાત્રા દરમિયાન કોંગ્રેસ સતત સરકાર પર નિશાન સાધતી રહેશે. ગેસ સિલિન્ડરના ભાવથી લઈ અન્ય મુદ્દે હવે કોંગ્રેસ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. નોંધનીય છે કે આ યાત્રામાં જનતાને જોડાવવા પણ અપિલ કરાશે. તથા લોકો સ્વેચ્છાએ પોતાના મુદ્દાઓ રજૂ કરી શકશે.

ભાવનગરમાં મેનિફેસ્ટોનું આયોજન…
કોંગ્રેસે ભાવનગર ખાતે મેનિફેસ્ટો પરિસંવાદનું આયોજન કરાયુ હતુ. આના માટે લોકોના મત પણ લેવાયા હતા કે ક્યા શું પરિવર્તન લાવવું જોઈએ. વળી પરેશ ધાનાણીએ આ વેળા એવી જાહેરાત કરી દીધી કે કોંગ્રેસ તો 150થી વધુ બેઠક પર વિજયી થઈ જશે. આમ કહીને કાર્યકર્તાઓનો જુસ્સો પણ વધારી દીધો છે.

કોંગ્રેસની નવી ટેગ લાઈન ચર્ચાનો વિષય
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘા પડી રહ્યા છે ત્યારે કોંગ્રેસની નવી ટેગ લાઈન ચર્ચામાં આવી છે. અત્યારે ગુજરાતમાં ઠેર ઠેર કોંગ્રેસનું કામ બોલે છે એવા પોસ્ટર લાગી રહ્યા છે. આ અંતર્ગત બોલો સરકાર કેમ્પેઈને પણ કોંગ્રેસ દ્વારા લોન્ચ કરાયું છે. નોંધનીય છે કે આ ચૂંટણીમાં હવે કોંગ્રેસ ભાજપના રસ્તે ચાલી રહી હોય એમ લાગી રહ્યું છે. તેઓ મારુ બુથ મારુ ગૌરવ કેમ્પેઈન સહિતના કાર્યો હાથ ધર્યા છે. નોંધનીય છે કે તાલુકા પ્રમુખો અત્યારે ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે.

    follow whatsapp