અનામત બેઠકો પર કોંગ્રેસનું પ્રભુત્વ વધારે, ત્રિપાંખીયા જંગથી શું ભાજપને ફાયદો થશે?

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. તેવામાં હવે ઘણા વર્ષો પછી રાજ્યમાં ત્રિપાંખીયો જંગ જમ્યો છે. તેવામાં ટિકિટોની પડાપડી વચ્ચે વિધાનસભાની બેઠકો પરના…

gujarattak
follow google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. તેવામાં હવે ઘણા વર્ષો પછી રાજ્યમાં ત્રિપાંખીયો જંગ જમ્યો છે. તેવામાં ટિકિટોની પડાપડી વચ્ચે વિધાનસભાની બેઠકો પરના ગણિત અત્યારે કેવું છે એના પર નજર કરીએ. ગુજરાત રાજ્યમાં અત્યારે કુલ 27 અનામત બેઠકો છે. જેમાંથી આદિવાસીઓનો 38 બેઠકો પર દબદબો જોવા મળી રહ્યો છે. ચલો આના પર વિગતવાર નજર કરીએ….

અનામત બેઠકો પર ભાજપની પકડ નબળી..
ભાજપ માટે જો 2022માં સારુ પ્રદર્શન કરવું હશે તો આદિવાસીઓને રિઝવવા તથા તેમની બેઠકો પર કેવી રીતે કબજો કરવો એનો પ્લાન ઘડવો પડશે. નોંધનીય છે કે 2017માં ભાજપે અનામત બેઠકોમાંથી કુલ 9 પોતાને નામ કરી હતી.

રાજ્યમાં 15 ટકા આદિવાસી વસતિ, કોંગ્રેસનું પ્રભુત્વ વધારે
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે આદિવાસી વિસ્તારની વાત કરીએ તો રાજ્યમાં કુલ વસતિના 15 ટકા આધિવાસીઓ છે. હવે અત્યારે રાજ્યની 27 અનામત બેઠકો પૈકી 15 બેઠકો પર કોંગ્રેસનું પ્રભુત્વ છે. જ્યારે 9 બેઠકો પર ભાજપે બાજી મારી છે. ત્યારે બીજી બાજુ BTPએ 2 અને અપક્ષનો 1 બેઠક પર દબદબો છે. તેવામાં હવે રાજકીય ગણિત પર નજર કરીએ તો ભાજપે આ બેઠકો પોતાને નામ કરવા માટે નવી રણનીતિ ઘડવી પડશે.

ત્રિપાંખીયો જંગ ભાજપને ફળશે?
27 અનામત બેઠકોમાં ભાજપની પકડ કોંગ્રેસ કરતા ઘણી નબળી છે. કોંગ્રેસ પાસે કુલ 17 બેઠકો છે જ્યારે 2 બીટીપી અને 1 અપક્ષ પાસે છે. તેવામાં ભાજપે 9 બેઠકો પર વિજય મેળવતા અહીં તેણે વિનિંગ રેટ વધારવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આ વખતે આમ આદમી પાર્ટી પણ જોરશોરથી મેદાનમાં ઉતરી ગઈ છે. AAP દ્વારા જે ગેરન્ટીઓ આપવામાં આવી રહી છે એનાથી જે-તે બેઠકો પરથી કોંગ્રેસ કે ભાજપ કોને ફટકો પડશે એ જોવાજેવું રહેશે.

અનુમાન લગાવાઈ રહ્યું છે કે ભાજપની 9 બેઠકો પર તો પકડ મજબૂત જ છે. અન્ય જે બેઠકો પર કોંગ્રેસ અને બીટીપીનું પ્રભુત્વ છે ત્યાં આમ આદમી પાર્ટીના આગમનથી વોટ શેર વિભાજિત થાય એમ લાગી રહ્યું છે. આનાથી અનુમાન લગાઈએ તો ભાજપને પણ ફાયદો થઈ શકે છે. જોકે હવે ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ટૂંક સમયમાં જ આ તમામ સમીકરણો અને ત્રિપાંખીયો જંગ કોને ફળ્યો એ સસ્પેન્સ પરથી પડદો ઉઠી જશે.

    follow whatsapp