મોડાસાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી ગઈ છે. ત્યારે ભાજપે જોરશોરથી જનસંબોધન શરૂ કરી દીધું છે. તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે ત્યારે મોડાસામાં તેમણે સભા સંબોધી હતી. આ દરમિયાન PM મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જે રાજસ્થાનમાં કઈ કરી નથી શકી એ કોંગ્રેસ હવે ગુજરાતમાં તો શું કરી લેશે. આની સાથે ગુજરાતની જનતાનો મિજાજ 100 ટકા કમળ ખીલવવા પર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ADVERTISEMENT
કોંગ્રેસ ગુજરાતમાં કઈ નહીં કરી શકે- વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસ હવે ગુજરાતમાં કશું જ કરી શકે એમ નથી. જેમની રાજસ્થાનમાં સરકાર છે છતાં તેમણે આપણા પાડોશી રાજ્યના યુવાનો કે જનતાનું ભલુ નથી કર્યું એ કોંગ્રેસ આપડુ ભલું કેવી રીતે કરી શકશે. રાજસ્થાનથી વિકાસને લગતા ક્યારેય કોઈ સારા સમાચાર સંભળાયા હોય એવું લાગી રહ્યું નથી.
સમાજ કલ્યાણના કામો તો ભાજપ જ કરશે- વડાપ્રધાન મોદી
ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી હંમેશા લોકોને પછાત જ રાખવા માગે છે એવો આરોપ વડાપ્રધાન મોદીએ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભાજપ લોકોનું સારુ કરવા માટે આવી છે. દરેક સમસ્યાના સમાધાનને શોધીને અમારી પાર્ટી લોકોની સેવા કરી રહી છે. ગુજરાતમાં અત્યારે જનતાનો પ્રેમ પણ ભાજપને સારો મળી રહ્યો છે. ત્યારે આ સમયે કમળ ખીલશે એ લગભગ નક્કી છે.
ADVERTISEMENT