અમદાવાદ: ગુજરાતમાં માત્ર 17 સીટો જીતનારી કોંગ્રેસે આખરે વિધાનસભામાં વિપક્ષ નેતાના નામની પસંદગી કરી લીધી છે. જીગ્નેશ મેવાણી, અનંત પટેલ સહિતના યુવા નેતાઓની પસંદગી અટકળો વચ્ચે આખરે અમિત ચાવડાને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવાયા છે. જ્યારે ધારાસભ્ય શૈલેષ પરમારને ઉપનેતા બનાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
વિધાનસભામાં વિરોધ પક્ષમાં બેસવા મળશે કે નહીં તે પ્રશ્ન
ખાસ વાત છે કે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે આ વખતે સૌથી ખરાબ પ્રદર્શન કરતા માત્ર 17 સીટો મેળવી હતી. એવામાં વિપક્ષમાં બેસવા પણ તેમના પાસે 19 સીટો હોવી જરૂરી છે. ત્યારે કોંગ્રેસે વિધાનસભામાં વિપક્ષ નેતાનું નામ તો જાહેર કરી દીધું છે, પરંતુ શું તેમને વિધાનસભામાં માન્યતા મળે છે કે કેમ તે ખાસ જોવાનું રહેશે.
કોંગ્રેસની હારના કારણો જાણવા ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી ગુજરાતમાં
ખાસ વાત છે કે, વર્ષ 2022ની ચૂંટણીમાં કોંગ્રેસનું કંગાળ પ્રદર્શન જોવા મળ્યું છે. જેને લઈ કોંગ્રસે ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી રચી છે. આ કમિટી આજે ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ અને ઉમેદવારો સાથે મુલાકાત કરશે. આ કમિટીના ચેરમેન તરીકે નીતિન રાઉત, ડો. શકિલ અહેમદ ખાન તથા સપ્તગિરી શંકર ઉલાકાની સભ્ય તરીકે નિમણુંક કરાઈ છે. આ કમિટી કોંગ્રેસ પ્રમુખને ગુજરાતની હારના કારણો અને પરિણામો અંગેનો રીપોર્ટ એક સપ્તાહમાં સોંપશે. ત્યાર બાદ કોંગ્રેસનો હાઈકમાન્ડ ગુજરાતમાં સંગઠનમાં મોટો ફેરફાર કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
ADVERTISEMENT