અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે હવે વિવિધ રાજકીય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ પણ પ્રચાર માટે ગુજરાત આવી રહ્યા છે. તાજેતરમાં જ AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પણ ગુજરાતમાં મુલાકાતે આવ્યા હતા. આ સમયે અમદાવાદમાં કોંગ્રેસના બે કોર્પોરેટરોએ તેમની સાથે મુલાકાત કરતા અનેક અટકળો થઈ રહી છે. કોંગી કોર્પોરેટરની ઓવૈસી સાથેની મુલાકાતની તસવીરો પણ સામે આવી રહી છે. જે બાદ અનેક અટકળો સર્જાઈ રહી છે.
ADVERTISEMENT
કોંગ્રેસના કોર્પોરેટર સાથે ઓવૈસીની મુલાકાત
ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી એક-બાદ એક નેતાઓ પક્ષ છોડી રહ્યા છે. એવામાં હવે AIMIMના પ્રમુખ સાથે ગોમતીપુરના કોર્પોરેટર ઈકબાલ શેખ અને બહેરામપુરાના કોર્પોરેટર તસ્લીમ તિર્મિજીની મુલાકાત થઈ હતી. બંને કોર્પોરેટરોની ઓવૈસી સાથેની તસવીર વાઈરલ થતા હવે તેમની કોંગ્રેસ છોડવાની અટકળો તેજ બની છે. બંને કોર્પોરેટરોએ ઓવૈસી સાથે બેસીને ચાની ચુસ્કી માણી હતી. એવામાં બંને કોર્પોરેટરો પણ આગામી સમયમાં પક્ષપલટો કરે તેવી ચર્ચાઓ ઉઠી છે.
અમદાવાદમાં AAP-ભાજપ પર કર્યા પ્રહાર
નોંધનીય છે કે, અમદાવાદમાં અસદુદ્દીન ઓવૈસીએ પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી. જેમાં તેમણે ભાજપ ઉપરાંત AAPની પણ ઝાટકણી કાઢી હતી. જો કે કોંગ્રેસ અંગે તેમણે કહ્યું કે, તેના વિશે કાંઇ કહેવા જેવું નથી. કોંગ્રેસ પોતે જ એક રાજકારણ બની ચુક્યો છે. જ્યાં પક્ષ પણ તેની અંદર છે અને વિપક્ષ પણ તેની અંદર છે. તેને બહાર લડવા જવાની જરૂર જ નથી.
ADVERTISEMENT