ચિલ્ડ્રન યુનિવર્સિટીનાં કાર્યકરી કુલપતિ પર આચારસંહિતાના ઉલ્લંઘનની કોંગ્રેસે કરી ફરિયાદ, જાણો શું છે મામલો

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમ છે. આ દરમિયાન ચિલ્ડ્રન યુનિવર્સિટીનાં કાર્યકરી કુલપતિ દ્વારા પ્રોફેસરોની નિયુકિત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી.જેને લઈ  આદર્શ…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમ છે. આ દરમિયાન ચિલ્ડ્રન યુનિવર્સિટીનાં કાર્યકરી કુલપતિ દ્વારા પ્રોફેસરોની નિયુકિત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી.જેને લઈ  આદર્શ આચારસંહિતાનાં ઉલ્લંઘન અંગે ચૂંટણી પંચને કોંગ્રેસ પક્ષ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.

ચિલ્ડ્રન યુનિવર્સિટીનાં કાર્યકરી કુલપતિ, ટીચર્સ યુનિવર્સિટીનાં કુલપતિ અને ભાજપનાં પૂર્વ મીડિયા કો-ઓર્ડીનેટર હર્ષદ પટેલ દ્વારા આદર્શ આચારસંહિતાનાં ઉલ્લંઘન અંગે ચૂંટણી પંચને કોંગ્રેસ પક્ષે  ફરિયાદ કરી છે, આ મામલે કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકરે કહ્યું કે,   ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. ત્યારે  ટીચર યુનિવર્સિટીના કુલપતિ અને ચિલ્ડ્રન યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ભારતીય જનતા પક્ષના ભૂતપૂર્વ મીડીયા કોઓર્ડિનેટર હર્ષદ પટેલ દ્વારા  માત્ર 10 દિવસની અંદર આખી નિમણૂક પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી જે જણાવે કે ભાજપ પોતાના મળતીયાઓને પાછલા બારણેથી  નિમણૂક કરવામાં આવે ત્યારે કોંગ્રેસે માંગ કરી છે કે નિમણૂક પ્રક્રિયા પર શિક્ષણાત્મક પગલાં લેવામાં આવે ચૂંટણીની આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. તે બદલ હર્ષદ પટેલને તેમના તમામ પદ પરથી દૂર કરવામાં આવે તેવી માંગ કરી છે.

ચૂંટણી અધિકારીને કરી ફરિયાદ
એટલું જ નહિ 10 દિવસના ટૂંકા ગાળામા ઉમેદવારોનું ડોકયુમેન્ટ વેરીફીકેશનલ, ત્યારબાદ ઈન્ટરવ્યુની પ્રક્રિયા, નિમણૂંકનો પત્ર આપીને નિમણૂંક પણ કરી દેવામાં આવી. કોઈપણ યુનિવર્સિટીમા ૧૦ દિવસના ગાળામાં આ બધી પ્રક્રિયાઓ થતી હોતી નથી. પરંતુ હર્ષદ પટેલે બદઈરાદાથી કોઈને ખબર ન પડે એવી રીતે ભાજપને મદદ થઈ શકે એવા હેતુથી આ પ્રક્રિયા કરવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયા આદર્શ આચારસંહિતાની વિરૂદ્ધ હોય ગુજરાત કોંગ્રેસ દ્વારા ભારતીય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારને ફરીયાદ કરી છે.

    follow whatsapp