રોનક જાની, નવસારી : ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. આ દરમિયાન ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યો પક્ષ પલટો કરી રહ્યા છે તે મુદો ચર્ચામાં છે. આ દરમિયાન નવસારી બેઠકના કોંગ્રેસના ઉમેદવારે પક્ષ પલટો ન કરે તે માટે લોકોને ગેરેન્ટી આપી છે. દિપક બારોટે એફિડેવિટ રજૂ કર્યું છે.
ADVERTISEMENT
નવસારી વિધાનસભા બેઠક ઉપર જિલ્લાના મુખ્ય મથક એવા નવસારી શહેર અને પૂર્વપટ્ટી વિસ્તારના ગ્રામ્ય મતદારોનું પ્રભુત્વ છે. જેમાં સૌથી વધુ હળપતિ અને કોળી અને ત્યારબાદ મુસ્લિમ મતદારો છે, ભાજપનું ગઢ ગણાતી આ બેઠક ઉપર20 વર્ષ મંગુભાઇ પટેલ અને 10 વર્ષ સુધી પિયુષ દેસાઈએ રાજ કર્યું આ વર્ષે ભાજપે સંઘના કાર્યકર એવા રાકેશ દેસાઈ ને પસંદ કર્યા છે. વર્ષો થી ભાજપ નું સાશન હોવા રોજીરોટી ખાતર અપડાઉન કરતા યુવાનો માટે રોજગારીની તક ઉભી કરવી, શહેરમાં પીવાના પાણીની સમસ્યા, શહેરમાં ટ્રાફિક ની સમસ્યા રેલવે ઓવર બ્રિજ, રીંગરોડ જેવી અનેક સમસ્યાનો કોઈ હલ થયો નથી ત્યારે આ મુદ્દા મુખ્ય ચર્ચામાં રહશે. ભાજપના ઉમેદવાર રાકેશ દેસાઈ વર્ષો થી સંગઠનમાં સક્રિય રહેતા હોય પણ મતદારો માટે નવો ચહેરો છે ત્યારે સામે કોંગ્રેસ પાર્ટીએ પણ સંગઠન માટે કામ કરતા દિપક બારોટ ને મેદાનમાં ઉતારી ને ભાજપ માટે આસાન લાગતી બેઠક ને જાળવી રાખવા મહેનત કરવી પડે એવી પરિસ્થિતિ ઉભી કરી છે.
કોણ છે કોંગ્રેસના ઉમેદવાર દિપક બારોટ
35 વર્ષ અગાઉ નવસારી શહેરમાં વસવાટ કરવા આવેલ દિપક બારોટ પગેલા દૂધ વેચતા હતા, ત્યારેબાદ રીક્ષા પણ ચલાવી હતી જેઓ 29 વર્ષ થી કોંગ્રેસ સંગઠન માં કામ કરતા હતા જેમને આ વખતે વિધાનસભા 175 નવસારીમાં ઉમેદવાર તરીકે ઉતાર્યા છે.
કોંગ્રેસના ધારાસભ્યો જીત બાદ પક્ષ પલટો કરેછે ત્યારે દિપક બારોટે સોગંદનામું જાહેર કર્યું
વિધાનસભા ની ચૂંટણીમાં જીત મેળવનાર કોંગ્રેસના અનેક ધારાસભ્યો એ પક્ષ પલટો કરી ભાજપ ની કંઠી ધારણ કરી છે ત્યારે ચૂંટણીના પરિણામ પહેલાજ દિપક બારોટે સોગંદનામું જાહેર કરી મતદારોને પોતે પક્ષ પલટો નહિ કરે અને કોઈપણ જાતની લોભલાલચ માં નહિ આવે તેવું સોગંદનામું કરી ને આશ્વાસન આપ્યું છે.
2017થી કોંગ્રેસના ધારાસભ્યોએ છોડ્યો સાથ
ગુજરાત વિધાનસભાની વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે 77 બેઠક મેળવી હતી. પરંતુ કોંગ્રેસને પક્ષપલટાનું ગ્રહણ લગતા કોંગ્રેસના 20 જેટલા ધારાસભ્યોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો હતો. વર્ષ 2022 આવતા આવતા કોંગ્રેસના 20 જેટલા ધારાસભ્યો કોંગ્રેસથી દૂર થતા રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો પર પક્ષપલટુનો સિક્કો લાગ્યો છે.
ADVERTISEMENT