વાયરલ વિડીયો મામલે કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રજીતસિંહ પરમારે કર્યો ખુલાસો , જાણો શું કહ્યું

હેતાલી શાહ, નડિયાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો નજીકમાં છે અને એવામાં રાજકીય પક્ષો પ્રચાર પ્રસારમાં વ્યસ્ત બન્યા છે. પરંતુ આ વખતે ધર્મની રાજનીતિ જોવા મળી…

gujarattak
follow google news

હેતાલી શાહ, નડિયાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો નજીકમાં છે અને એવામાં રાજકીય પક્ષો પ્રચાર પ્રસારમાં વ્યસ્ત બન્યા છે. પરંતુ આ વખતે ધર્મની રાજનીતિ જોવા મળી રહી છે. જેને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે. એવામાં તાજેતરમાં જ કોંગ્રેસના ચંદનજી ઠાકોરનો વિડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. અને હવે ખેડા જિલ્લાના મહુધા વિધાનસભાના હાલના ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રજીતસિંહ પરમાર નો એક વિડીયો ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો છે. જે વીડિયોમાં ઇન્દ્રજીતસિંહ પરમાર એક ચોક્કસ સમુદાય માટે આરોગ્ય સેન્ટરને સ્થળાંતરિત ન કરવા બાબતે ખાતરી આપી રહ્યા છે. જે મામલે ઇન્દ્રજીતસિંહ પરમારે ગુજરાત તક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ વિડીયો વર્ષ 2017નો છે. જૂનો છે. અને એડિટ કરવામાં આવેલો છે.

આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસના નેતાઓના વિડીયો વાઇરલ થયો છે. જે મામલે મહુધા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર  ઇન્દ્રજીતસિંહ પરમારે ગુજરાત તક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ વિડીયો વર્ષ 2017નો છે. જૂનો છે. અને એડિટ કરવામાં આવેલો છે. સાથે જ આ વીડિયોમાં જે આરોગ્ય સેન્ટરની વાત કરવામાં આવી રહી છે તે આરોગ્ય સેન્ટર અન્ય સ્થળે ખસેડવામાં આવે તો પ્રજાને ભાડા નાણા ખર્ચીને ત્યાં જવું પડે તેમ હોય આ જ સ્થળે યથાવત રાખવા માટેની વાત કરવામાં આવી છે. જેને ભાજપ દ્વારા ખોટી રીતે દર્શાવવામાં આવ્યો છે. મેં મારા મત ક્ષેત્રમાં તમામ ધર્મ માટે કામ કર્યું છે. કોઈ એક ચોક્કસ ધર્મને આગળ રાખ્યો નથી. અને જેને લીધે જ સતત પહેલા મારા પિતા અને હવે હું ચૂંટાતો આવ્યો છું”

મહુધા બેઠક કોંગ્રેસનો ગઢ
મહત્વનું છે કે મહુધા વિધાનસભા બેઠક આઝાદીકાળથી ભાજપ જીતી શકી નથી. આ બેઠક કોંગ્રેસનો ગઢ છે અને આ બેઠક કબજે કરવા માટે ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે એવામાં પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાના આ ટ્વિટથી મહુધા વિધાનસભા બેઠક પર કોને ફાયદો થાય છે તે જોવું રહ્યું..

    follow whatsapp