હેતાલી શાહ/ખેડા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું બંને તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. મતદાન દરમિયાન ઘણી જગ્યાએથી ઉમેદવારોને ધમકી મળ્યાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે હવે ઠાસરાના કોંગ્રેસના ધારાસભ્ય અને ઉમેદવાર કાંતિ પરમારને પણ ધમકી મળી હોવાની માહિતી સામે આવી રહી છે. આ અંગે તેમણે ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
ફોન કરીને અજાણ્યા વ્યક્તિ આપી ધમકી
ગુજરાત વિધાનસભા 2022 ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને આવતીકાલે એટલે કે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. એવામાં ખેડા જિલ્લાની ઠાસરા વિધાનસભા બેઠક કે જે કોંગ્રેસનો ગઢ છે અને આ બેઠક પર ભાજપ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. એવામાં મતદાન પ્રક્રિયાના આગલા દિવસે મોડી રાત્રે ઠાસરા વિધાનસભાના ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ પરમારને અજાણ્યા મોબાઈલ નંબર પરથી ધમકી આપવામાં આવી હતી. સાથે અપશબ્દ પણ બોલવામાં આવ્યા હોવાની ફરિયાદ ડાકોર પોલીસ મથકે નોંધાવવામાં આવી છે.
ધારાસભ્યએ પોલીસમાં નોંધાવી ફરિયાદ
આ સંદર્ભે ઠાસરાના ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ પરમારે જણાવ્યું કે, આ સમગ્ર ઘટના સંદર્ભે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મેં પોલીસ ફરિયાદ નોંધાવી છે. અને તેમણે આક્ષેપ કર્યો છે કે ભાજપના ગુંડાઓએ જ મને ફોન કરીને ધમકી આપી છે. હું જીતવાનો છું એટલા માટે વાતાવરણ ડહોળવા માટે આવા પ્રયાસો કરવામાં આવ્યા છે. અને હું પણ સક્ષમ છું જેને લઈને ચૂંટણીમાં મતદાન માટે વાતાવરણ બગડે નહીં તેને ધ્યાનમાં રાખીને મેં કંઈ જ નહોતું કર્યું. પરંતુ મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મેં ડાકોર પોલીસ મથકે અજાણ્યા મોબાઈલ નંબર સામે ફરિયાદ નોંધાવી છે.
ભાજપના ગુંડાઓએ ધમકી આપ્યાની ફરિયાદ
કાંતિ પરમારે આગળ કહ્યું હતું કે, ભાજપના ગુંડાઓએ ફોન કરીને મને ધમકી આપી છે. હું જીતવાનો છું માટે વાતાવરણ ડહોળાવા માટે આવા કૃત્યો કરે છે. હું પણ સક્ષમ છું પરંતુ વાતાવરણ બગડે નહીં તેને ધ્યાનમાં રાખી મેં કાઈ જ કર્યું નહીં.
ADVERTISEMENT