દાણીલીમડા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ પરમારને ચૂંટણી પ્રચારમા થયો કડવો અનુભવ, સ્ટેજ પર યુવાને કર્યો વિરોધ

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઇ ચુક્યું છે. ચૂંટણીને લઈ પ્રચાર પ્રસારની કામગિરિએ વેગ પકડ્યો છે.નેતાઓ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. આ વચ્ચે…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઇ ચુક્યું છે. ચૂંટણીને લઈ પ્રચાર પ્રસારની કામગિરિએ વેગ પકડ્યો છે.નેતાઓ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. આ વચ્ચે કોંગ્રેસના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર ચૂંટણી પ્રચાર માટે ગયા હતા. ત્યાં  તેમને ચૂંટણી પ્રચાર સમયે જ એક અનુભવ થયો છે.

સ્ટેજ પર જ થયો વિરોધ
કોંગ્રેસ પાર્ટીની દાણીલીમડાની બેઠક પરથી બે વખત વિધાનસભાની ચૂંટણી લડી અને જીતનાર શૈલૈષ પરમાર ગોમતીપુરમાં ચૂંટણી પ્રચારમાં ગયા હતા. આ દરમિયાન તેમનો સ્થાનિકો વિરોધ શરૂ કર્યો હતો. પ્રચાર દરિમયાન જે સ્ટેજ પરથી તેઓ જનતાને સંબોધવાના હતા ત્યાથી જ એક સ્થાનિક યુવાને વિરોધ શરૂ કર્યો અને કહ્યું, છેલ્લા 5 વર્ષમાં દેખાયા નથી. જે પણ તેમના દ્વારા વાયદાઓ કરવામાં આવ્યા શું તે વાયદાઓમાંથી એક પણ વાયદો તેમણે પૂર્ણ કર્યો છે. આ સાથે તે યુવાને કહ્યું કે, ધારાસભ્ય શૈલેષ પરમારે ક્યારે પણ પ્રજાકીય વિકાસના કોઇ કામ કર્યા નથી.

કોંગ્રેસે પોતાના મોટાભાગના સિટિંગ MLA રિપીટ કર્યા
કોંગ્રેસે અત્યારે સુધી 2 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જેમાં પહેલી યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કાવ્યમાં આવ્યા હતા જ્યારે બીજી યાદીમાં 46 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ઉમેદવારોની યાદી પર નજર કરવામાં આવે તો કોંગ્રેસે પોતાના સિટિંગ ધારાસભ્યોને રિપીટ કર્યા છે. આ સાથે દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારને રિપીટ કરવામાં આવ્યા હતા.

    follow whatsapp