અમદાવાદ: શહેરની દરિયાપુર બેઠકથી કોંગ્રેસના ધારાસભ્ય અને ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખે ચૂંટણી પંચને ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ફરિયાદ કરી છે. ગ્યાસુદ્દીન શેખનો આક્ષેપ છે કે, ભાજપના ઉમેદવાર કૌશિક જૈન ધામધમકીથી મતદારોને ધમકાવી રહ્યા છે અને તેમને જ મત આપવા દબાણ કરી રહ્યા છે. ગ્યાસુદ્દીને એક વીડિયો પણ વાયરલ કર્યો છે અને કૌશિક જૈન બુટલેગર સાથે બેઠક કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.
ADVERTISEMENT
ગ્યાસુદ્દીન શેખનો ચૂંટણી પંચને પત્ર
ગ્યાસુદ્દીન શેખે મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખ્યો છે, જેમાં કહ્યું છે કે દરિયાપુરમાં ચૂંટણી પ્રચાર માટે નીકળેલી કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓને ધામધમકી આપવામાં આવી હતી. આ ધમકી દારૂના વેપાર કરતા બુટલેગર ગોવિંદ પટેલ અને મનપસંદ જીમખાના ચલાવનારા વી.કી જૈને આપી હતી. ઉપરાંત ભાજપના ઉમેદવારની કેટલાક અસામાજિક તત્વો સાથે મીટિંગ કરતો વીડિયો પણ વાઈરલ થયો છે. તેઓ ધાક ધમકીથી બોગત મતદાન કરાવવાની યોજનાનું કાવતરું કરી રહ્યા હોવાની મીટિંગ કરી રહ્યાની માહિતી મળી છે. આ મીટિંગમાં કોણ સામેલ હતું અને શું ષડયંત્ર છે તેના પર IBએ વોચ રાખ રાખે.
વીડિયોગ્રાફીથી દરિયાપુરમાં નજર રાખવા અપીલ
ગ્યાસુદ્દીન શેખે આ સાથે જ ડીપીસીને દરિયાપુરનો ખાસ ચાર્જ સોંપવા તથા સમગ્ર વિસ્તારમાં સીસીટીવી કેમેરા ચાલુ કરી પોલીસ દ્વારા વીડિયો ગ્રાફી કરી ચાંપતી નજર રાખવા માટે અપીલ કરી છે.
ભાજપના ઉમેદવારે આક્ષેપોને નકાર્યા
તો બીજી તરફ ભાજપના ઉમેદવાર કૌશિક પટેલે આ આક્ષેપોનું ખંડન કરી તેને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના ઉમેદવાર હાર ભાળી ગયા હોવાથી આવા આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે હવે ચૂંટણી પંચ ગ્યાસુદ્દીન શેખની ફરિયાદ પર શું પગલા લે છે તે ખાસ જોવાનું રહેશે.
ADVERTISEMENT