જૂનાગઢ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ત્યારે ફરી એકવાર રેકોર્ડ બ્રેક સીટ સાથે ભાજપની સરકાર બનતી દેખાઈ રહી છે. ધોરાજીમાં કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ તો હાર સ્વીકારી લીધી છે, ત્યારે હવે જૂનાગઢમાં પણ કોંગ્રેસના વધુ એક ઉમેદવારે પોતાની હાર સ્વીકારી લીધી છે. ભાજપના ઉમેદવાર સંજય કોરડિયા 27 હજારથી વધુ વોટથી આગળ ચાલી રહ્યા છે.
ADVERTISEMENT
ભીખાભાઈ જોશીએ હાર સ્વીકારી
જૂનાગઢમાં કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ જોશીએ પોતાની હાર સ્વીકારી લીધી છે. તેમણે હાર સ્વીકાર્યા બાદ કહ્યું હતું કે, 2012થી અત્યાર સુધી એકપણ એવું કામ નથી કર્યું કે મતદારોને મત આપવાનો પસ્તાવો થયા, છતાં પણ જનતાનો ચૂકાદો હંમેશા શિરોમાન્ય હોય છે.
ધોરાજીમાં લલિત વસોયાએ પણ હાર સ્વીકારી
આ પહેલા ધોરાજીમાં લલિત વસોયાએ મતગણતરી દરમિયાન જ પોતાની હાર સ્વીકારી લીધી હતી. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના કારણે મારી હાર થઈ છે. વધુમાં આક્ષેપ કરતા તેમણે કહ્યું કે AAP તો ભાજપની B ટીમ છે. મારી બેઠક પર જ જોઈ લો. મેં મારી બેઠકના વિવિધ મતગણતરીના રાઉન્ડ ચકાસ્યા છે. જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોના મતનો સરવાળો કરીએ તો ભાજપના ઉમેદવાર કરતા વધારે થાય છે.
(વિથ ઈનપુટ: ભાર્ગવી જોશી)
ADVERTISEMENT