મિશન 2022 માટે Congress કમર કસી, દિલ્હીના આ નેતાને ગુજરાતની મોટી જવાબદારી સોંપી

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પણ હવે ધીમે ધીમે સક્રિય થઈ રહી છે. કોંગ્રેસ દ્વારા નેશનલ મીડિયા કોર્ડિનેટર રાધિકા…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પણ હવે ધીમે ધીમે સક્રિય થઈ રહી છે. કોંગ્રેસ દ્વારા નેશનલ મીડિયા કોર્ડિનેટર રાધિકા ખેરાને ગુજરાતની ચૂંટણીમાં મોટી જવાબદારી આપવામાં આવી છે. તેમને અમદાવાદ અને વડોદરાના મીડિયા કોર્ડિનેટરની જવાબદારી સોંપવામાં આવી છે.

કોણ છે રાધિકા ખેરા?
રાધિકા ખેરાનો જન્મ 1987માં દિલ્હીમાં થયો હતો. રાધિકા ખેરાના પિતાનું નામ નવીન ખેરા છે. તેમણે દિલ્હીમાંથી જ શિક્ષણ લીધું છે અને દિલ્હી યુનિવર્સિટીથી પોલિટિકલ સાયન્સ BAમાં અભ્યાસ કર્યો છે. તેઓ લાંબા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. રાધિકાના પિતા નવીન ખેડા પણ કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા છે. તેમણે વર્ષ 2020માં દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં જનકપુરીથી ચૂંટણી લડી હતી. જોકે આ ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

આંતરિક અસંતોષ ખાળવા માટે કોંગ્રેસનું ડેમેજ કંટ્રોલ
કોંગ્રેસનાં દિગ્ગજ અને વિપક્ષનાં નેતાસુખરામ રાઠવાએ આજે જણાવ્યું કે, આ વિધાનસભા ચૂંટણી દરમિયાન કોઇની પણ ટિકિટ નહીં કપાય. તમામ ધારાસભ્યોના પ્રદર્શનનું મુલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. કોઇ પણ હાલના ધારાસભ્યને પરેશાન કરવામાં નહી આવે. હું પણ ચૂંટણી લડીશ અને અન્ય નેતાઓ પણ લડશે જ માટે કોઇએ ગભરાવાની જરૂર નથી.

રાહુલ ગાંધીના પ્રવાસ પહેલા કોંગ્રેસમાં સાફસફાઇ શરૂ
અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી જેમ જેમ નજીક આવતી જઇ રહી છે તેમ તેમ કોંગ્રેસમાં જુથવાદ પણ વધી રહ્યો છે આ ઉપરાંત અસંતોષ પણ જોવા મળી રહ્યો છે. તેવામાં વિપક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાનું આ નિવેદન ખુબ જ મહત્વપુર્ણ છે. તેઓ એક પ્રકારે અસંતોષ ખાળવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. નોંધનીય છે કે, રાહુલ ગાંધી પણ ગુજરાત પ્રવાસે આવવાનાં છે ત્યારે સંગઠનની મજબુતી દેખાડવા માટે તમામ નેતાઓ હાલ બળતી આગ પર પાણી છાંટી રહ્યા છે.

    follow whatsapp