એક તરફી પ્રેમમાં પાગલ સુરતના PIએ પરિણીતાનું જીવવું હરામ કર્યું, 10 અલગ ફોનથી મેસેજ-કોલ કરતો

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં સુરતના એક PI વિરુદ્ધ પરિણીતાએ પજવણી કરાતી હોવાની ફરિયાદ નોંધાવી છે. પરિણીત મહિલાનો આક્ષેપ છે કે એક તરફી પ્રેમમાં પાલગ આ પીઆઈ હોદ્દાનો…

gujarattak
follow google news

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં સુરતના એક PI વિરુદ્ધ પરિણીતાએ પજવણી કરાતી હોવાની ફરિયાદ નોંધાવી છે. પરિણીત મહિલાનો આક્ષેપ છે કે એક તરફી પ્રેમમાં પાલગ આ પીઆઈ હોદ્દાનો દુરુપયોગ કરીને તેની કોલ ડિટેઈલ કઢાવી અને પરિણીતા જે લોકો સાથે વાત કરતી તેમને ફોન અને બિભત્સ મેસેજ કરીને પરેશાન કરતો હતો. સાથે જ પરિણીતાને પણ પોતાના અલગ અલગ 10 જેટલા ફોનથી મેસેજ અને કોલ કરીને પરેશાન કરતો હતો.

પરિણીતા કોઈને સાથે વાત કરે તો તેમને પણ પરેશાન કરતો
સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક પરિણીતાએ પોલીસ સામે જ ફરિયાદ નોંધાવી છે. મહિલાની ફરિયાદ મુજબ હાલ એક તરફી પ્રેમમાં પાગલ સુરતમાં PI તરીકે ફરજ બજાવતા એક પોલીસ કર્મીએ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને પરિણીતાની કોલ ડીટેઈલ કઢાવી હતી. આ પરિણીતા જે કોઈની સાથે પણ વાત કરે આ PI તેમને ફોન અને બિભત્સ મેસેજ કરીને પરેશાન કરતો હતો. આટલું જ નહીં પરિણીતાના ફોટોને મોર્ફ કરી તેના બિભત્સ વીડિયો બનાવીને પરિણીતાના જેઠને પણ મોકલ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ઘરમાં જઈને પરિણીતાને લાફા મારી દીધા
પોતાની ફરિયાદમાં આ પરિણીત મહિલાએ આક્ષેપ કર્યો છે કે, 6 માસ પહેલા આ પીઆઈએ તેમના ડ્રાઈવર સાથે તેના ઘરે પહોંચ્યા હતા અને તેને લાફા ઝિંકી દીધા હતા. હાલમાં આ સમગ્ર મામલે સુરતના PI વિરુદ્ધ સુરેન્દ્રનગર બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. પોલીસ દ્વારા હાલમાં સુરતના આ PI તથા તેમના ડ્રાઈવર વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે.

(વિથ ઈનપુટ: સાજીદ બેલિમ)

 

    follow whatsapp