અમદાવાદમાં બે દિવસમાં 5 ડિગ્રી તાપમાન ઘટ્યું, નલિયા 4.9 ડિગ્રી સાથે હાડ થીજવતી ઠંડીમાં ઠુઠવાયું

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા 2-3 દિવસથી ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ડિસેમ્બરમાં રહી રહીને જામી રહેલી ઠંડીથી મોટાભાગના શહેરો અને ગામડાઓમાં તાપમાનનો પારો ગગડ્યો છે. અમદાવાદમાં…

gujarattak
follow google news

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા 2-3 દિવસથી ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ડિસેમ્બરમાં રહી રહીને જામી રહેલી ઠંડીથી મોટાભાગના શહેરો અને ગામડાઓમાં તાપમાનનો પારો ગગડ્યો છે. અમદાવાદમાં ગઈકાલે દિવસભર 12થી 15 કિમીની ઝડપે ઠંડા પવનો ફૂંકાતા સીઝનમાં પહેલીવાર દિવસે પણ લોકો સ્વેટર-જેકેટ પહેરીને ફરતા જોવા મળ્યા હતા. હવામાન વિભાગ મુજબ, મોડે મોડેતી અનુભવાયેલી ઠંડી ફેબ્રુઆરીના અંત કે માર્ચના પ્રથમ સપ્તાહ સુધી અનુભવાઈ શકે છે.

અમદાવાદમાં 10 ડિગ્રીએ પહોંચશે તાપમાન
અમદાવાદમાં છેલ્લા 4 દિવસમાં જ તાપમાનનો પારો 4થી 5 ડિગ્રી જેટલો ગગડ્યો. ગઈકાલે શુક્રવારે 13.8 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચ્યા હતો. હવામાન વિભાગ મુજબ, આગામી સમયમાં તે હજુ 10 ડિગ્રીએ પહોંચી શકે છે. જોકે હજુ સુધી મહત્તમ તાપમાન વધારે નીચે નથી ગયું, એવામાં આગામી દિવસોમાં તાપમાનનો પારો હજુ પણ નીચે જઈ શકે છે. બીજી તરફ નલિયામાં રાજ્યનું સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. શુક્રવારે નલિયામાં તાપમાનનો પારો ઘટીને 4.9 ડિગ્રીએ પહોંચ્યો હતો.

અન્ય શહેરોમાં પણ ઠંડીનો ચમકારો
અન્ય શહેરોની વાત કરીએ તો 13.8 ડિગ્રી, ડિસામાં 11.5 ડિગ્રી, ગાંધીનગર 13.4, વડોદરામાં 15.4 ડિગ્રી, સુરતમાં 18.2 ડિગ્રી, વલસાડમાં 16.4 ડિગ્રી, ભુજપમાં 12.4 ડિગ્રી, કંડલામાં 12.1 ડિગ્રી, અમરેલીમાં 13.6 ડિગ્રી, ભાવનગરમાં 16 ડિગ્રી, દ્વારકામાં 16.6 ડિગ્રી, પોરબંદરમાં 13.5 ડિગ્રી, રાજકોટમાં 12.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

    follow whatsapp