ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 2-3 દિવસમાં ઘણા પ્રદેશો ઠુંઠવાશે…

અમદાવાદઃ ગુજરાતમાં હવે ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં બપોર પછીથી જ સ્વેટર પહેરવું પડે એવી સ્થિતિ સામે આવી ગઈ છે.…

gujarattak
follow google news

અમદાવાદઃ ગુજરાતમાં હવે ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં બપોર પછીથી જ સ્વેટર પહેરવું પડે એવી સ્થિતિ સામે આવી ગઈ છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસની અંદર તો તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે છે. જ્યારે બીજી બાજુ નલિયામાં તો જાણો કોલ્ડ વેવ આવી ગઈ હોય એમ થયું છે. ચલો વિગતવાર નજર કરીએ..

ત્રણ દિવસમાં ઠંડીમાં આવશે નોંધપાત્ર વધારો
હવામાન વિભાગની આગાહી પ્રમાણે બે કે ત્રણ દિવસની અંદર ઠંડીનું પ્રમાણ વધવાની આશંકા છે. અત્યારે જોવાજઈએ તો તાપમાનમાં નહિવત ઘટાડો નોંધાયો છે. પરંતુ આગામી સમયમાં વધુ ઠંડીનું મોજુ પ્રસરી શકે એવી આગાહી કરવામાં આવી છે. નોંધપાત્ર રીતે જોઈએ તો ગુજરાતના ઘણા વિસ્તારોમાં લોકો બપોરે પણ સ્વેટર પહેરીને બહાર નીકળે એવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે.

નલિયા ઠંડુગાર થઈ ગયું…
ગુજરાતમાં ઠંડીના ચમકારા વચ્ચે વચ્ચે નલિયામાં 8.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તે ઠંડુગાર બની ગયું છે. અહીં 10 એવા શહેરો છે જેમાં 14 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાવાયું છે. બીજીબાજુ જોવાજઈએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે શહેરી વિસ્તારોમાં પણ આ સિઝનમાં વધુ ઠંડી પડી શકે છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp