Gujarat Elections: ભાજપના સ્ટાર પ્રચારક વિજય રૂપાણીની ફરી જીભ લપસી, હવે શું બોલી ગયા?

રાજેશ આંબલિયા/મોરબી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે ગઈકાલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ચૂંટણી પ્રચાર માટે મોરબી પહોંચ્યા…

gujarattak
follow google news

રાજેશ આંબલિયા/મોરબી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે ગઈકાલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ચૂંટણી પ્રચાર માટે મોરબી પહોંચ્યા હતા. મોરબીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉદબોધન દરમિયાન તેમની જીભ લપસી હતી.

શું બોલ્યા વિજય રૂપાણી?
મોરબીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે વિજયભાઈ રૂપાણી દ્વારા સ્પીચ દરમિયાન જીભ લપસી હતી. વિજયભાઈ દ્વારા પોતાના વક્તવ્ય દરમિયાન કોંગ્રેસ મુક્ત ભાજપની વાત કરવામાં આવી હતી. જોકે તેમને પોતાની ભૂલ સમજી ને તરત જ પોતાની વાત વાળી લીધી હતી ને કોંગ્રેસ મુક્ત ભારત કહ્યું હતું. પરંતુ ઉપસ્થિત લોકોમાં થોડીવાર માટે ગણગણાટ થવા લાગ્યો હતો કે ખરેખર ભાજપ કોંગ્રેસ મુક્ત થઇ રહી છે કે કેમ. જેવી રીતે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બ્રિજેશભાઈને સાઈડ લાઈન કરી દેવામાં આવ્યા છે તેમ અનેક નેતા અને મહાનુભાઓ કે જેઓ કોંગ્રેસમાંથી આવ્યા છે તેમને ભાજપે અવગણના કરી છે. મોરબી માટે તો એ આ વાક્ય સાર્થક થતું જોવા મળ્યું છે.

ભાજપના સ્ટાર પ્રચારક છે વિજય રૂપાણી
ઉલ્લેખનીય છે કે, ભાજપે ગુજરાતની વિધાનસભા ચૂંટણી માટે પોતાના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નામ છે. આ વખતે વિજય રૂપાણીને ટિકિટ આપવામાં આવી નથી. એવામાં તેઓ પક્ષ માટે કામ કરતા ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરવા માટે જઈ રહ્યા છે. એવામાં તેઓ મોરબીમાં પણ ઉમેદવારના સમર્થનમાં પ્રચાર માટે પહોંચ્યા હતા.

રિવાબા જાડેજાના સમર્થનમાં ગયા હતા જામનગર
આ પહેલા ગઈકાલે વિજય રૂપાણી સવારે જામનગરમાં હાજર હતા. જ્યાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને ટિકિટ આપવામાં આવતા તેઓ ફોર્મ ભરવા ગયા આ દરમિયાન ભાજપના કાર્યકરો સાથે તેમના સમર્થનમાં ત્યાં હાજર રહ્યા હતા.

    follow whatsapp