ગાંધીનગરઃ ગુજરાત સરકરાની આજની કેબિનેટ બેઠકમાં રાજ્યમાં લીલા દુષ્કાળની સ્થિતિથી લઈને રખડતા ઢોરના ત્રાસ સામે ચર્ચા થઈ શકે છે. નોંધનીય છે કે અત્યારે વરસાદની તોફાની બેટિંગના કારણે રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે. જેથી સ્થિતિ સૌથી ખરાબ હોવાથી ઠેર ઠેર ખાડા અને કોઝવે ધોવાણનો મુદ્દો પણ ઉઠી શકે છે. આ કેબિનેટ બેઠકનો બીજો મુદ્દો ચોમાસાના સેશન પર પણ રહેશે. આ દરમિયાન પાકની નુકસાની મુદ્દે ચર્ચા થશે.
ADVERTISEMENT
વરસાદની સાઈડ ઈફેક્ટ્સ પર થશે ચર્ચા
અત્યારે રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘણુ સારુ રહ્યું છે. વળી અત્યારે વિવિધ જળાશયોમાં ભરપૂર માત્રમાં પાણીની આવક થઈ છે. જેને લઈને પણ ખાસ ચર્ચા થશે. બીજી બાજુ રસ્તાઓની બિસ્માર સ્થિતિને જોતા તેનો સુધારો કરવાની કામગીરી વિશે ચર્ચા કરાશે. નોંધનીય છે કે આની સાથે રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવાથી લઈ લમ્પી વાયરસને કાબૂમાં રાખવા અંગે પણ ચર્ચા હાથ ધરાશે.
હાઈકોર્ટના આદેશ પછી તંત્ર એક્ટિવ
રખડતા ઢોરના ત્રાસથી ઠેર ઠેર લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે હાઈકોર્ટના આદેશ પછી તંત્ર એક્ટિવ થઈ ગયું છે. ગુજરાતમાં ત્રણ દિવસની અંદર આ મુદ્દે 7 હજારથી વધુ ઢોરને પકડી લેવાયા છે તો 800થી વધુ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. આ પ્રમાણે કડક વલણ હોવા છતાં હજુ 40 ટકા જેટલા ઢોરને પકડવાનું બાકી છે.
મેઘરાજાની ફરીથી એન્ટ્રી
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદે બ્રેક લીધો છે. તેવામાં હવે મોનસૂન સિસ્ટમ ફરીથી સક્રિય થતા રાજ્યમાં ઠેર ઠેર હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં દક્ષિણ અને મધ્યમાં ધોધમાર વરસાદ ખાબકી શકે છે. આગામી 4થી 5 દિવસ મોનસૂન સિસ્ટમના કારણે ધોધમાર વરસાદ પડશે. જોકો આગામી 24 કલાકની વાત કરીએ તો હજુ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં જ છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
ADVERTISEMENT