CM ભૂપેન્દ્ર પટેલનો સુરત પ્રવાસ, પાટીલ અને હર્ષ સંઘવી સાથે ખાસ મુલાકાત કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે સુરતની મુલાકાતે પહોંચવાના છે. જ્યાં તેઓ સવારે 9.30 વાગ્યા સુધીમાં ગ્લોબલ ટેક્સ્ટાઈલ માર્કેટ ખાતે એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન સુરતી કાપડના…

gujarattak
follow google news

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે સુરતની મુલાકાતે પહોંચવાના છે. જ્યાં તેઓ સવારે 9.30 વાગ્યા સુધીમાં ગ્લોબલ ટેક્સ્ટાઈલ માર્કેટ ખાતે એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન સુરતી કાપડના વેપારીઓએ વાઈબ્રન્ટ વિવર્સ એક્સ્પો 2022નું આયોજન કર્યું છે. આ દરમિયાન સી.આર.પાટીલ અને હર્ષ સંઘવી પણ હાજર રહેશે. ગુરુવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્મૃતિવન મ્યૂઝીયમની મુલાકાત લીધી હતી.

સી.આર.પાટીલ અને હર્ષ સંઘવી સાથે મુલાકાત
સુરતમાં કાપડના વેપારીઓ સાથે મુખ્યમંત્રી મુલાકાત કરશે. ત્યારપછી તેઓ વાઈબ્રન્ટ વિવર્સ એકસ્પો 2022નું ઉદ્ઘાટન કરશે અને જ્યાં તેમની મુલાકાત સી.આર.પાટીલ અને હર્ષ સંઘવી સાથે પણ થશે. નોંધનીય છે કે આ એક્ઝિબિશનમાં 126 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે. જ્યાં વેપારીઓનો એક્સપો યોજાશે.

મુખ્યમંત્રીએ ભુજ સ્મૃતિવનની મુલાકાત લીધી હતી
નરેન્દ્ર મોદી સ્મૃતિવન પહોંચે એની પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મ્યૂઝિયમનું નિરીક્ષણ કર્યું હતું. અત્યારે મેમોરિયલ પ્રોજેક્ટના પ્રાથમિક તબક્કા દરમિયાન સ્મૃતિ વનમાં 3 લાખથી વધુ વૃક્ષો, 11,500 ચોમી.માં ભૂકંપ મ્યૂઝીયમનું નિર્માણ કરાયું છે. અહીં 50 ચેકડેમ અને તેની દિવાલો પર 12,932 પીડિતોની તકતી આવેલી છે. જ્યાં સન પોઈન્ટ અને 8 કિલોમીટરનો પાથ વે છે. એટલું જ નહીં અહીં 3 હજાર મુલાકાતીઓ માટે પાર્કિંગ અને 1 મેગાવોટનો સોલર પાવર પ્લાન મુકાયો છે.

    follow whatsapp