બનાસકાંઠાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે વિધાનસભા ચૂંટણી જીતવાના લક્ષ્ય સાથે આજે છાપી ગામમાં ગુજરાત ગૌરાવ યાત્રાએ પ્રસ્થાન કર્યું છે. આ દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલનું ઠાકોર સમાજે સ્વાગત કર્યું હતું. તેમના સંબોધન દરમિયાન મુખ્યમંત્રી મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે અલ્પેશ ઠાકોરના કામની પ્રશંસા કરી હતી. આની સાથે રમૂજમાં તેમણે અલ્પેશ ઠાકોર વિશે કહ્યું કે તેઓ ઘણી વેળા કામ કરવા ધમાલ કરી ચૂક્યા છે. આની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનતાને સંબોધન આપતા કોરોનાકાળમાં કાર્યકર્તાઓની કામગીરી સહિતના મુદ્દે ચર્ચા કરી હતી. ચલો સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ…
ADVERTISEMENT
CM ભૂપેન્દ્ર પટેલે અલ્પેશ ઠાકોર વિશે હળવા મૂડમાં કહ્યું…
અમે ઘણા વર્ષોથી સાથે બેઠા છીએ. હું અલ્પેશ ઠાકોરને સારી રીતે જાણું છે, એમણે કામ કરવામાં થોડી ઘણી ધમાલ કરી હશે. પરંતુ ધમાલ કરવું એટલે એમનો સ્વભાવ છે કે જનતાની સેવા કરવાની જ છે. તેમના મત મુજબ કે ભાઈ કામ તો કરવું જ પડશે અને દરેક લોકોની કામ કરાવવા માટેની રીત, પરિભાષા અલગ અલગ હોય છે.
અલ્પેશ ઠાકોરે શક્તિપ્રદર્શન કરી ટિકિટ વિવાદ મુદ્દે આપ્યો જવાબ?
ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોરે આ તમામ વિવાદો વચ્ચે રાધનપુરના સમી તાલુકામાં જંગી સભાને સંબોધી હતી. જેમાં ઠાકોર સમાજના મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. તેવામાં ટિકિટ હોબાળા અંગે આડકતરી રીતે અલ્પેશ ઠાકોરે જવાબ આપતા કહ્યું કે ઠાકોર સમાજે એકસાથે રહેવાનું છે. જો સમાજના હિત માટે કામ કરવું હોય તો સાથે રહેવું જરૂરી છે.
અલ્પેશ ઠાકોરના આ નિવેદનથી અનુમાન લગાવાઈ રહ્યું છે કે તેમણે 2 સ્થાનિક દિગ્ગજોની નારાજગી પર ટિપ્પણી કરી હશે. કારણ કે નગરજી ઠાકોર અને લવિંગજી ઠાકોર દ્વારા સ્થાનિક ઉમેદવાર ચૂંટણી લડવા ઉભો રહે એની માગ કરાઈ રહી છે. તેવામાં અલ્પેશ ઠાકોરને ટિકિટ ન અપાય એવી માગ પણ કરાઈ રહી હતી. તેવામાં હવે રાધનપુરમાં રાજકીય માહોલ ગરમાયો છે.
ADVERTISEMENT