અમદાવાદઃ ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સાયન્સ સીટિ ખાતે આયોજિત ખાસ કાર્યક્રમમાં હાજરી આપશે. આજે તેઓ રાજ્યના નાગરિકોને દિવાળી ભેટ રૂપે 17 હજાર વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેને પૂર્ણ કરવામાં સરકાર અંદાજે 2646 કરોડ રૂપિયાનો ખર્ચો કરશે. આની સાથે મુખ્યમંત્રી વિકાસલક્ષી કાર્યોની ભેટ પણ આપશે.
ADVERTISEMENT
જાણો કાર્યક્રમ વિશે વિગતવાર
આ વિકાસકાર્યોની વાત કરીએ તો લગભગ 13 હજારથી વધુ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે જ્યારે લગભગ 4 હજારથી વધુ વિકાસકાર્યોનું લોકાર્પણ કરાશે. જ્યારે સૌથી વધુ દાહોદ જિલ્લામાં 3 હજારથી વધુ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત થશે અને 70થી વધુ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.
આ જ ક્રમમાં અમુક અન્ય જિલ્લા જેમ કે ભરૂચ, ડાંગ, મહિસાગર અને આણંદની વાત કરીએ તો આ જિલ્લાઓમાં અનુક્રમે 1600થી વધુ, 600થી વધુ, 500થી વધુ અને 550થી વધુ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને એ જ ક્રમમાં 180,160થી વધુ, લગભગ 400 અને 100થી વધુ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.
ભાજપના દિગ્ગજો આપશે હાજરી
રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમ ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ અંતર્ગત આયોજિત કરવામાં આવી રહ્યો છે. જેમાં લોકસભાના સાસંદ ડૉ. કિરીટ સોલંકી, લોકસભા સાંસદ હસમુખ પટેલ અને અમદાવાદના મેયર કિરીટ પરમાર સહિત અન્ય દિગ્ગજ નેતાઓ હાજર રહેશે.
ADVERTISEMENT