ગુજરાતમાં ફરી માસ્ક પહેરવાનું ફરજિયાત થશે? CM ભૂપેન્દ્ર પટેલે કોરોનાને લઈને શું નિવેદન આપ્યું?

અમદાવાદ: ચીન, જાપાન, અમેરિકા અને બ્રાઝિલ સહિત ફરી વધી રહેલા કોરોનાના કેસના કારણે ભારતમાં ચિંતા વધી છે. જેને લઈને સરકારે ફરી એકવાર લોકોને કોરોના વેક્સિનના…

gujarattak
follow google news

અમદાવાદ: ચીન, જાપાન, અમેરિકા અને બ્રાઝિલ સહિત ફરી વધી રહેલા કોરોનાના કેસના કારણે ભારતમાં ચિંતા વધી છે. જેને લઈને સરકારે ફરી એકવાર લોકોને કોરોના વેક્સિનના બૂસ્ટર ડોઝ તાત્કાલિક લેવાની અપીલ કરી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે કોરોના મુદ્દે નિવેદન આપતા લોકોને તકેદારી રાખીને માસ્ક પહેરવા માટે અપીલ કરી હતી.

લોકોને જાહેર જગ્યાએ માસ્ક પહેરવા અપીલ
અમદાવાદમાં નેશનલ કોન્ફરન્સ ઓફ CM સ્ટુડન્ટ્સના એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ આજે હાજરી આપી હતી. જ્યાં તેમણે કહ્યું હતું કે, હવે કોરોના ફરીથી શરૂ થઈ ગયો છે. એવામાં આપણે માસ્ક પહેરવાનું શરૂ કરી દેવું જોઈએ. જો સાવચેતી રાખીશું તો સારું રહેશે, મેળાવડામાં જવાનું ટાળવું જોઈએ. મેળાવડા હોય ત્યાં માસ્ક પહેરીને જવું જોઈએ. અહીં તમે કેટલાક લોકો માસ્ક પહેરીને આવ્યા તે સારી બાબત છે. તમને જોઈને હવે મારે પણ માસ્ક પહેરવાનું શરૂ કરવું પડશે.

કેન્દ્રની ગાઈડલાઈનને ગુજરાત સરકાર ફોલો કરશે
દેશમાં હાલમાં કોરનાના વેરિએન્ટ ઓમિક્રોનના સબ વેરિએન્ટ BF.7ના કુલ 5 કેસ નોંધાયા છે જેમાંથી બે ગુજરાતમાં હતા. હજુ પણ રાજકોટ અને ભાવનગર સહિત ઘણા વિસ્તારોમાં દર્દીઓ BF.7ને લઈને શંકાસ્પદ જોવા મળી રહ્યા છે ત્યારે હાલની સ્થિતિને લઈને ગઈકાલે ગાંધીનગરમાં ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળી હતી. જેમાં કોરનાના મુદ્દાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ચર્ચા બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, હાલ ગુજરાતની સ્થિતિ એટલી ગંભીર થઈ નથી તેથી કડક નિયમો લાગુ કરવાની હાલ કોઈ વાત નથી. હાલ લોકો કોરોનાની ગાઈડલાઈન્સ પ્રમાણે વર્તન કરે તે યોગ્ય છે. સરકાર કેન્દ્રની ગાઈડલાઈન્સથી આગળ વધશે.

    follow whatsapp