ભાર્ગવી જોશી, જૂનાગઢ: ગુજરાત રાજ્યમાં અત્યારે સતત વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જોવાજઈએ તો રાજ્યમાં ઘણા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. નોંધનીય છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ 24 કલાક સુધી ગુજરાતના ઘણા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. આ દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
ADVERTISEMENT
આજે વહેલી સવારથી જ જૂનાગઢ જિલ્લા સાથે સાથે ગીર સોમનાથ ના વાતાવરણ માં પલટો નોંધાયો હતો. જ્યારે આજે બપોરે બાદ વાદળ છાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ પણ જોવા મળ્યો હતો. ત્યારે ગીર સોમનાથ જિલ્લા ના તાલાલા ,બોરવાવ ,ચિત્રાવડ ,રમળેચી ,સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ગીર વિસ્તારની જો વાત કારીએ તો હાલ કેસર કેરીના બગીચાઓમાં ફૂલ ફાલ લાગી રહીયો છે. ત્યારે આ કમોસમી વરસાદથી આંબાના બગીચાઓમાં ફૂલ ફાલ ખરી જવાની શક્યતા ઓ સેવાઈ રહી છે.
વતાવરણમાં બદલાવ
હાલ તો કમોસમી વરસાદ થી ખેડૂતો માં ચિતા પ્રસરી છે. જ્યારે જૂનાગઢ જિલ્લા ના વાતાવરણ માં વહેલી સવાર થી જ બદલાવ જોવા મળી રહ્યો છે. હાલ શિયાળાની સિઝન છે ત્યારે અગાઉ પણ વાતાવરણમાં પલટો દેખાતા ગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો. પરંતુ હાલ બે દિવસથી ઠંડીની મોસમમાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે બે દિવસ થી ઠંડીનું પ્રમાણ નહિવત જોવા મળી રહ્યું છે.
પાકમાં નુકશાનીની શક્યતા
જૂનાગઢ જિલ્લામાં આજે વહેલી સવાર થી વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કમોસમી વરસાદ પડી શકે તેવા એંધાણ છે ત્યારે જો કમોસમી વરસાદ પડશે તો ખેડૂતોના પાક રાયડો,ધાણા, ઘઉં ,જીરું સહિત ના પાકો માં નુકશાની થવાની શક્યતા છે.
ADVERTISEMENT